તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિલેશ્વર ગામે ફોદાળા ડેમ પાસે યુવાન પર 4 નો હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાણાવાવ તાલુકાના બિલેશ્વરના ફોદાળા ડેમ પાસે અેક યુવાન પર 4 શખ્સોઅે જુના મનદુ:ખના કારણે લાકડી અને લોખંડના પાઇપ વડે માર માર્યા અંગેની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, રાણાવાવ તાલુકાના ગંડિયાવાળા નેસમાં રહેતા રામાભાઇ વેજાભાઇ મોરી સાથે ભરત રૂડા, પાલુ રૂડા, માંડુ ચના અને જગા ચના મોરીને જુનામનદુ:ખ હોય જેથી રામાભાઇ ફોદાળા ડેમ પાસે હતા ત્યારે અા ચારેય શખ્સોઅે અાડા પડીને યુવાનનું બાઇક રોકાવીને અા યુવાન અને તેના ભાઇ બધા વેજાને ભૂંડી ગાળો કાઢી લાકડી અને લોખંડનાા પાઇપ વડે માર મારી ઇજાઅો પહોંચાડી હતી. અા અંગે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે અા ચારેય વિરૂધ્ધ ગુન્હો દાખલ કરીને અાગળની વધુ તપાસ રાણાવાવ પોલીસ ચલાવી રહી છે

જુના મનદુ: ખને લઇને લોખંડના પાઇપથી માર્યો
અન્ય સમાચારો પણ છે...