તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

22મીઅે અમરેલી STનાં 322 રૂટ રદ : કર્મીઓને પણ રજા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારે 22મીએ એસટીના તમામ રૂટ રદ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે અમરેલી એસટી વિભાગના સાત ડેપોના 322 રૂટ રદ કરવામાં આવ્યા છે. અહીં ડેપોના તમામ ડ્રાઇવર અને કંડકટરને પણ એક દિવસ માટે
રજા રહેશે. અમરેલી એસટી ડિવિઝનના વિભાગીય નિયામક બી.એન. ચારોલાએ જણાવ્યું હતું કે, 19મીએ વડાપ્રધાન દ્વારા દેશમાં 22મીએ જનતા કરફ્યુની જાહેરાત કરી છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યની એસટી સેવા પણ એક દિવસ માટે બંધ રાખવા આદેશ કર્યો છે. જેના પગલે અમરેલી એસટીના અમરેલી, ધારી, બગસરા, સાવરકુંડલા, રાજુલા, ઉના અને કોડીનાર ડેપોના 322 રૂટ રદ
કર્યા છે. આ અંગે વધુમાં વિભાગીય નિયામકે જણાવ્યું હતું કે, 21મીઅે 6 કલાક સુધી એસટીની સેવા શરૂ રહેશે. અન્ય ડેપો કે પછી ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રી રોકાણ કરતી તમામ બસો ડેપો ખાતે ડ્રાઇવરે પહોંચાડવાની રહેશે. અહીં તેમણે લોકોને 21મીના રોજ સાંજના 6 કલાક સુધી પોતાના વતનમાં પહોંચી જવા અપીલકરી છે.

21મીનાં સાંજના 6 સુધી પોતાનાં વતન પહોંચી જવા અપીલ કરવામાં આવી

ચલાલામાં કિરાણા અેસાે. બંધ પાળશે |રવિવારે પ્રધાનમંત્રીઅે લાેકાેને સ્વયંભુ બંધ પાળવા અપીલ કરી હાેય ચલાલા કિરાણા અેસો.ને પણ અાગામી રવિવારના રાેજ જનતા કર્ફયુમા જાેડાઇ તમામ દુકાનાે બંધ રાખવા નિર્ણય કર્યાે છે. પ્રમુખ નવનીતભાઇ, હસુભાઇ રાજાઅે જણાવ્યું કે વેપારીઅાે અાખાે દિવસ બંધ પાળી પાેતાના ઘરમા જ રહેશે.
અન્ય સમાચારો પણ છે...