તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3 શિફટમાં ફાયરનો 40 નો સ્ટાફ 24 કલાક કરે છે કામગીરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની મહામારીને પગલે જૂનાગઢ શહેરમાં 23 માર્ચથી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ અંગે મનપાના ફાયર અોફિસર ભૂમિત મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, મનપાના કમિશ્નર તુષાર સુમેરા અને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના માર્ગદર્શનમાં લોકોને કોરોનાની મહામારીથી બચાવવા ફ્યુમિગ્રેશનની કામગીરી શરૂ કરાવવામાં આવી છે. આ માટે ફાયરનો 40 નો સ્ટાફ 3 શિફ્ટમાં મળી 24 કલાક કામગીરી કરે છે. આ કામગીરીમાં દરેક વોર્ડના એસઆઇનો પણ સહયોગ મળી રહ્યો છે. 500 લિટર પાણીમાં 2 ટકા એટલે કે 10 લિટર સોડિયમ હાઇપોક્લોરાઇડ દવાનું મિશ્રણ કરી ફાયરના સાધનો દ્વારા તેનો છંટકાવ કરાઇ રહ્યો છે. ખાસ કરીને શહેરના જાહેર રસ્તાઓ, પોલીસ સ્ટેશન, બેન્કો, મંદિરો, મસ્જિદો, બગીચાઓ, બાકડા તેમજ અનેક સરકારી કચેરીઓમાં કામગીરી કરાઇ રહી છે. જ્યારે મનપાના અલ્પેશ ચાવડાઅે જણાવ્યું હતું કે, જ્યાં ફાયરના સાધનો જઇ શકે તેમ નથી તેવી નાની શેરી, ગલી, મહોલ્લા, સોસાયટીમાં પેસ્ટીસાઇઝ પમ્પ દ્વારા દવાનો છંટકાવ કરાઇ રહ્યો છે. જાહેરમાં પાર્ક કરેલા વાહનો, લીફટ, એટીએમ, બેન્કનું અંદરનું ગર્વમેન્ટ સેશન વગેરે જગ્યાએ આ કામગીરી કરાઇ રહી છે. દરમિયાન હાલ 1500 લિટર દવાનો ઉપયોગ થયો હોય અંદાજે 75,000 લિટરથી વધુ દવા યુકત પાણીનો છંટકાવ કરી કોરોનાના વાઇરસને ફેલાતો અટકાવવા કામગીરી થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...