રીક્ષાને અોવરટેક કરનાર યુવાન પર 3 શખ્સનો હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં બોખીરા વિસ્તારમાં રીક્ષાની અોવરટેક કરવા બાબતે મનદુ:ખ રાખીને 3 શખ્સોઅે યુવાનને હોકી વડે માર માર્યા અંગેની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, પોરબંદરના બોખીરા કેકે નગર વિસ્તારમાં રહેતા રામ સવદાસભાઇ ગોઢાણીયા નામના યુવાનને અજાણ્યા શખ્સો સાથે રીક્ષાના અોવરટેક બાબતે અગાઉ બોલાચાલી થયેલ હોય જે વાતનું મનદુ:ખ રાખીને 3 અજાણ્યા શખ્સો બાઇક પર અાવ્યા હતા અને અા યુવાનને હોકી તથા સ્ટમ્પથી માર માર્યો હતો અને ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી હતી. અા અંગે યુવાને પોલીસ ફરીયાદ નોંધવતા પોલીસે 3 અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી અાગળની વધુ તપાસ ઉદ્યોગનગર પોલીસ
ચલાવી રહી છે.

પોરબંદર શહેરનાં બોખીરા વિસ્તારની ઘટના

હોકી અને સ્ટમ્પ વડે માર મારી ઇજા પહોંચાડી
અન્ય સમાચારો પણ છે...