તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊનામાં 144મી કલમ કાગળ પર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આખા વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર મચી ગયો છે. ભારતમાં પણ ધીમે ધીમે વિદેશથી પરત આવેલા ભારતીયો આ કોરોનાને સાથે લાવ્યા હોય અને તેનો પગ પેસારો વધવા લાગ્યો છે. ગુજરાતમાં પણ હાલ 13 કેસ નોંધાયા છે. ત્યારે સરકારે અને તંત્ર એ સાવચેતીના અગમ પગલાં સ્વરૂપે ગીરસોમનાથ જિલ્લામાં 144 ની કલમ લાગુ કરી દીધી છે. ત્યારે ઉના શહેરમાં શાકમાર્કેટ મુખ્ય માર્ગ પર ફ્રુટના દલાલો દ્રારા હરરાજી ચાલુ રાખી 144 કલમનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યું છે હરરાજી સમયે ખેડૂતો તથા લોકોના ટોળે ટોળા એકત્ર થતા હોય છે. અને ખુલ્લે આમ ગંભીરતાને નેવે મૂકી ફ્રૂટ માર્કેટના દલાલો હરરાજી કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા ફ્રુટના દલાલો સામે કાર્યવાહી કરવા તેમજ પાનનાં ગલ્લા અને ચા ની લારીઓ બંધ કરાવવા રજુઆત
કરી છે.

ઉના શાકભાજી માર્કેટમાં વહેલી સવારે ખેડૂતો દ્વારા શાકભાજી ફ્રુટ લાવવામાં આવે છે. અને જાહેર મુખ્ય રોડ પર હરરાજી કરવામાં આવે છે. ત્યારે ટ્રાફિક પણ સર્જાય છે આ ઉપરાંત બહોળી સંખ્યામાં લોકો એકઠા થાય છે.
જિલ્લા કલેકટર દ્વારા કોરોના વાયરસની સલામતી માટે ગીરસોમનાથ જીલ્લામાં 144 ની કલમ લાગુ કરવા છતાં આ કાયદાના લીરેલીરા ઉડાવી રહ્યા હોવાનુ સામે આવેલ છે. અને આટલી મોટી સંખ્યામાં એકત્ર થવાના કારણે કોરોના વાયરસ ફેલાવો થવાની પૂરી શક્યતા છે તેમ છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ ગંભીરતા લીધી ન હોય તેમ આવા દલાલો દ્વારા કરાતી હરરાજી સ્થગિત કરવામાં આવે તો કોરોના વાઇરસનો ફેલાવો અટકાવી શકાય. અને આ કાયદાનો ઉલાળીયો કરનાર ફ્રુડ ના દલાલો સામે કાયદાનું ભાન કરાવી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવું વિનોદભાઇ બાંભણીયાએ ઊના પોલીસમાં લેખિત રજુઆત
કરી હતી. } જયેશ ગોંધીયા

શહેર યુવા ભાજપ પ્રમુખ દ્વારા પોલીસને રજુઆત કરાઇ

અન્ય સમાચારો પણ છે...