તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બહાર નીકળશો તો 14 દિવસ ક્વૉરન્ટાઈન શ્રમિકો પાસેથી ભાડું વસૂલવા પર પ્રતિબંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લૉકડાઉન વચ્ચે પ્રવાસી શ્રમિકોની હિજરત અને અન્ય ઉલ્લંઘનો બદલ રવિવારે કેન્દ્ર સરકારે કડકાઈ બતાવી. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને તેની સરહદો અને જિલ્લા સીલ કરવાના નિર્દેશ આપ્યા છે. જો કોઈપણ વ્યક્તિ લૉકડાઉનનું ઉલ્લંઘન કરી બહાર ફરતી દેખાશે તો તેને પણ 14 દિવસના ક્વૉરેન્ટાઈનમાં રખાશે. લૉકડાઉનના ભંગ બદલ જિલ્લાના એસપી અને ડીએમ જવાબદાર ગણાશે. આ દરમિયાન દેશમાં 24 કલાક દરમિયાન 8 દર્દી મૃત્યુ પામ્યા. આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. કુલ 27 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. રવિવારે વધુ 139 દર્દી સામે આવ્યા હતા. અત્યાર સુધી 1147 ચેપગ્રસ્ત થઈ ચૂક્યા છે. તેમાંથી 96 સાજા થયા છે.

દુનિયામાં દર્દીઓનો આંકડો 7 લાખને પાર : દુનિયામાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યા 7,01,822 થઈ ચૂકી છે. મૃતકાંક 33,175 છે. સ્પેનમાં ગત 24 કલાકમાં 838 લોકો મૃત્યુ પામ્યા.

લૉકડાઉન ન હોત તો સપ્ટેમ્બર સુધી 90 કરોડ દર્દી થઈ જતા


પવન કુમાર / નવી દિલ્હી | લૉકડાઉન વિના ભારતમાં કોરોના સંકટ ભયાવહ થઈ શકતું હતું. સપ્ટેમ્બર સુધી દર્દીઓની સંખ્યા 90 કરોડ અને મોત 42 લાખથી વધુ થઈ જતા. કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધક રાજેશ સિંહ અને અાર. અધિકારીએ આ દાવો કર્યો છે. તેમના અનુસાર 21 દિવસનું લૉકડાઉન પૂરતું નથી. દેશ 13 મે સુધી બંધ રહેશે તો દર્દીઓ સંખ્યા 10 જ થઈ શકે છે. 15 એપ્રિલે લૉકડાઉન ખૂલ્યાં સમયે સક્રિય દર્દીઓની સંખ્યા 113, જોકે કુલ દર્દીઓની સંખ્યા 1465 થઈ જશે.


એક લૉકડાઉન પૂરતું નથી, નિષ્ણાતોએ મેમાં બીજા લૉકડાઉનની ભલામણ કરી


કોરોનાના ચેપની કડી તોડવાની લડાઈ લાંબી થઈ શકે છે. દેશ લાૅકડાઉનના વધુ એક તબક્કામાંથી પસાર થઈ શકે છે. સ્વાસ્થ્ય, મેનેજમેન્ટ, લોજિસ્ટિક્સ અને ફાઈનાન્સ સંબંધિત નિષ્ણાંતોની સમિતિએ મેમાં બીજા લૉકડાઉનની ભલામણ કરી છે. દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાતથી અમુક દિવસ પહેલાં 17 માર્ચે આ રિપોર્ટ તૈયાર કરાયો હતો. 20 માર્ચથી 12 એપ્રિલે દેશમાં પહેલાં તબક્કાના લૉકડાઉનની ભલામણ કરાઈ હતી. દેશમાં 25 માર્ચથી લૉકડાઉન લાગુ છે. આ રિપોર્ટમાં 17 એપ્રિલથી અંકુશ ઓછા કર્યા પછી 18થી 31 મે વચ્ચે ફરી લૉકડાઉનની ભલામણ કરાઈ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે તેના પછી જ સ્થિતિ સામાન્ય થવાની શરૂઆત થશે.


કેરળ સરકાર સ્થિતિ બગડશે તો જરૂરી સેવા બંધ કરી શકે છે


{ ચેપ રોકવાની દિશામાં તમામ પ્રતિબંધો લાદવામાં આગળ કેરળે વધુ એક વટહુકમ લાગુ કર્યો છે.

{ મહામારી વટહુકમ 2020ના માધ્યમથી રાજ્ય સરકાર જરૂરી સેવાઓ પર અંકુશ લાદી શકશે.

{ આ જરૂરી સેવાઓમાં મીડિયા, બેન્કિંગ, સ્વાસ્થ્ય સેવા, ભોજન સપ્લાય, વીજળી, પાણી, ઈંધણ વગેરે સેવાઓ સામેલ છે. વટહુકમ સરકારને ભીડ પર અંકુશ લાદવા, સરહદ સીલ કરવા, બહારથી આવનારા લોકોની તપાસ જેવા અધિકાર પણ આપે છે.

ઓડિશામાં 65 હજાર વેન્ડરને 3-3 હજાર રૂપિયા સરકાર આપશે

{ લૉકડાઉનમાં કામ કરનારા કર્મચારીઓને એસબીઆઈ દર 6 વર્કિંગ ડે માટે 1 દિવસનો પગાર(બેઝિક પે અને ડીએ) અલગથી આપશે.

{ પલાયન રોકવા માટે દિલ્હી સરકાર મજૂરોના ઘરનું ભાડું ચૂકવશે. ઓડિશાએ રજિસ્ટર્ડ 65,000 વેન્ડરોને 3000 રૂપિયાની મદદ આપી.

{ ઇપીએફઓમાંથી તમારા માસિક પગારના ત્રણ ગણાં કે કુલ જમા રકમનો 75 ટકા હિસ્સો પણ ઉપાડી શકાશે.

સરકાર કડક

કુલ 27 મોત


કેમ્બ્રિજના વિદ્યાર્થીની શોધ – 21ના બદલે 49 દિવસ સુધી દેશ બંધ રહેશે તો 10 જ દર્દી રહેશે


કોરોનાની કડી તોડવાની લડાઈ લાંબી


કેરળમાં કડક વટહુકમ પસાર


દિલ્હી સરકાર શ્રમિકોનું ભાડું આપશે


ઘર માટે નીકળેલા શ્રમિકો પણ રસ્તામાં જ ક્વૉરન્ટાઇન થશે


કેન્દ્ર સરકારે કહ્યું – અખબારોનું વિતરણ લૉકડાઉનમાં યથાવત્ રહેશે


એસપી-ડીએમને લૉકડાઉન લાગુ કરવાના નિર્દેશ, તમામ જિલ્લા સીલ કર્યા


કોરોનાથી દેશમાં એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 8 મોત થયાં


કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા અને કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રવિવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો તથા ડીજીપીને આદેશ આપ્યો કે તે બીજા રાજ્યો સાથેની સરહદોની સાથે જિલ્લાઓની સરહદો પણ સીલ કરી દે જેથી પ્રવાસી મજૂરોની અવર-જવર અટકે. તેમણે નિર્દેશ આપ્યો કે શહેરો તથા હાઈવે પર લોકોની અવર-જવર બંધ કરો. દરેક પ્રકારની વસ્તુઓના પરિવહનની છૂટ રહેશે. તમારા ગૃહ રાજ્ય તથા ગૃહનગર માટે નીકળેલા મજૂરોને નજીકના સ્થળોએ શરણ આપો. ત્યાં પર્યાપ્ત સ્ક્રિનિંગ અને 14 દિવસ રાખ્યા પછી જ તેમને ત્યાંથી નીકળવા દો. તેમણે કહ્યું કે પ્રવાસી મજૂરો સહિત કામના સ્થળે રોકાયેલા ગરીબો અને જરૂરિયાતમંદોના ભોજનની જવાબદારી સંબંધિત જિલ્લાના અેસપી અને ડીએમની રહેશે. સાથે જ કેન્દ્રએ નિર્દેશ આપ્યો કે લૉકડાઉન દરમિયાન મજૂરોથી ભાડું નહીં વસૂલાય. મજૂરો કે વિદ્યાર્થીઓથી ભાડું વસૂલનારા મકાન માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.


વીજળી બિલ નહીં ભરો તો કનેક્શન નહીં કપાય| વીજ મંત્રાલયે રાજ્યોને કહ્યું છે કે 3 મહિના સુધી બિલ ન ભરાય તો પણ કનેકશન કાપવું નહીં. વિલંબથી ચૂકવણીમાં દંડ પણ લેવો નહીં.
અન્ય સમાચારો પણ છે...