તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

33.33 % સાથે ભાવનગરમાં કોરોનાનો મૃત્યુદર સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ કોરોનાની મહામારી પ્રસરી વળી છે. જો કે આ મહામારીમાં વૈશ્વિક સ્તરે મૃત્યુદર પાંચ ટકા પણ નથી તેમજ આપટે દેશમાં મૃત્યુદર 2.54 ટકા જેટલો છે ત્યારે છેલ્લાં એક અઠવાડિયામાં ભાવનગર જિલ્લામાં પગપેસારો કર્યો છે તેવા આ કોરોનાના વાયરસથી પોઝિટીવ કેસ 6 થયા છે અને તે પૈકી 2ના મોત થતાં ભાવનગરમાં કોરોનાથી મૃત્યુદર 33.33 ટબા જેવો થયો છે. જે અત્યંત ગંભીર બાબત ગણી શકાય.

ભાવનગરમાં આજે વધુ એક કોરોનાના પોઝિટીવ આવેલા અને જેસર પંથકના મહિલાનું મોત થયું છે. વળી આમ જુઓ તો સામાન્ય રીતે 60 કે તેનાથી વધુ વયના લોકોના મોત વધુ થાય છે પણ આ મહિલાની વય 45 વર્ષ હતી. ભાવનગરમાં ગુરૂવારે 70 વર્ષીય વૃદ્ધ અને આજે 45 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત થયું છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 6 કેસ પોઝિટીવ આવ્યાં છે અને તે પૈકી 2ના મોત થયા મૃત્યુદર 33.33 ટકા થાય છે તે અત્યંત ઉંચો હોય આરોગ્ય તંત્ર, અન્ય વહીવટી વિભાગ અને પ્રજાજનોએ ખાસ સંભાળવા જેવું છે. અન્યથા ખતરનાક પૂરવાર થશે.

ભાવનગરમાં કોરોનાગ્રસ્ત મહિલાનું મોત

ખતરનાક Âભાવનગરમાં પાંચ જ દિવસમાં 6 પોઝીટીવ પૈકી 2ના મોત

ગુજરાતમાં મૃત્યુદર 8.7 છે ત્યારે ભાવનગરમાં સમગ્ર રાજ્યમાં સૌથી ઉંચો મૃત્યુદર

કેન્સર હોસ્પિટલમાં બનવાશે આઇસોલેશન વોર્ડ

સર ટી. હોસ્પિટલમાં હાલ 70 બેડવાળો કોરોનાની સારવાર માટેનો આઇસોલેશન વોર્ડ કાર્યરત છે. હવે સ્થિતિ જો વધુ ગંભીર થાય અને વધુ દર્દીઓને સારવારની જરૂર જણાય તો સર ટી. હોસ્પિટલના કેમ્પસમાં કેન્સર હોસ્પિટલમાં 70 બેડની હોસ્પિટલ કોરોનાના દર્દીઓની સારવાર માટે તૈયાર કરાશે.

કોરોનાથી
મૃત્યુ દર


4.76 %
વૈશ્વિક સ્તર

2.55 %
ભારત

8.7 %
ગુજરાત

33.33%
ભાવનગર

13.04%
અમદાવાદ

12.5
સુરત

ભાવનગર ¿ શહેરમાં સર ટી હોસ્પિટલ ખાતે ગઇ કાલ. રખાયેલા કોરોનાના પોઝિટીવ મહિલા દર્દીનું મોત થતા ભાવનગરમાં પાંચ દિવસમાં કોરોનાથી બીજા દર્દીનું મોત થયું છે. આજે અન્ય 9 શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા જ્યારે અન્ય 6 શંકાસ્પદના રિપોર્ટ હવે આવતી કાલ મંગળવારે આવશે. તો શહેરમાં 390 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઇન રખાયા છે જ્યારે સર ટી. હોસ્પિટલના કોરોન્ટાઇન ફેસેલીટી સેન્ટરમાં 29 વ્યક્તિઓને રખાયા છે. ભાવનગર જિલ્લામાં હવે સૌથી વધુ તકેદારી રાખવાનો સમયગાળો શરૂ થઇ ગયો છે જેમાં સતર્કતા નહીં રાખવામાં આવે તો ખતરનાક સાબિત થશે.

મહુવા તાલુકાના ઉગલવાણ ગામના 45 વર્ષની મહિલાનું કોરોનાના કારણે ભાવનગર ખાતે મોત નિપજતા મહુવા શહેર અને તાલુકામાં કોરોનાના આ રોગચાળાની દહેશત ઉભી થવા પામી છે. ઉગલવાણ ગામના આ મહિલા ટીબીના રોગી હતા અને થોડા દિવસ પૂર્વે તેમને પેરેલીસીસનો એટેક આવતા તેમના પતિ જે સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા હતા તે સુરતથી ગામ પરત ફર્યા હતા. તેણીને પ્રથમ ખુંટવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ત્યારબાદ મહુવાની હનુમંત હોસ્પિટલમાં અને વધુ સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમિયાન તેણીનું અવસાન થવા પામેલ છે. મહિલાના અવસાન બાદ જિલ્લા આરોગ્ય વિભાગની સુચના અનુસાર મહુવા આરોગ્ય વિભાગની 14 ટીમ ઉગલવાણ ખાતે પહોંચી છે ગામના દરેક વ્યક્તિની સઘન આરોગ્ય ચકાસણી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય ટીમ ઉપરાંત વિભાગીય પોલીસવડા અને જરૂરી બંદોબસ્ત માટે પોલીસ કાફલા સાથે પહોંચી ગઇ છે. જરૂર જણાય ગામની આસપાસના ચાર પાંચ કિલોમીટર વિસ્તારમાં આવેલા ગામોના લોકોની પણ સઘન આરોગ્ય ચકાસણી કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...