હરિદ્વારમાં ફસાયેલા હબુકવડના 210 યાત્રાળુઅો માટે વાહનની વ્યવસ્થા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હબુકવડના 210 યાત્રાળુઓ જે હાલ કોરોનાની સ્થિતિમાં હરિદ્વારમાં ફસાઇ ગયા છે તેઓને કેન્દ્ર સરકાર દ્વારા પરત આવવાની મંજૂરી મળેલ છે.

તમામ યાત્રાળુઓ તંદુરસ્ત છે હરિદ્વારમાં સરકાર દ્વારા રહેવા ,જમવાની વ્યવસ્થા થયેલ છે. હવે સરકારના આદેશથી વાહન વ્યસ્થા થશે. તમામ વ્યવસ્થા માટે ગુજરાત સરકાર, ઉતરાખંડ સરકાર, કેન્દ્ર સરકાર તથા સાંસદ, ધારાસભ્ય તથા સમાજ ના આગેવાનોના સહકાર મળેલ છે. યાત્રાળુઓના સ્નેહીજનો કોઈજ ચિંતા ન કરવા અને આ યાત્રાળુઓ શકય એટલા વહેલામાં વહેલા પરત આવી જશે.

આમ ભાવનગર િજલ્લાના યાત્રાળુઓ જે હરીદ્વારમાં ફસાઈ ગયા છે તેઓ માટે હવે પરત ભાવનગર ફરવા વાહનની વ્યવસ્થા થઈ ગઈ છે.

યાત્રિકોને પરત ફરવાની મંજૂરી મળી ગઇ
અન્ય સમાચારો પણ છે...