તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વતન પરત ફરતા મજુરોને તંત્રએ રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં સમગ્ર દેશભરમાં લોક ડાઉન જાહેર હોય બહારથી કામ અર્થે આવેલ શ્રમજીવીઓએ વતન તરફ જવા નીકળ્યા છે ત્યારે સી ડીવીઝન પોલીસે બહારથી આવેલ 15 થી 20 જેટલા ઉતરપ્રદેશના પરપ્રાંતિય મજુર ભાવનગરમાં મજુરી કામ કરતા હોય અને હાલમાં કોરોના વાઇરસને કારણે સમગ્ર ભારત દેશમાં લોકડાઉન થતા આ પર પ્રાંતિય મજુરોને ધંધા/રોજગારી બંધ થઇ જતા કંટાળી તેઓ પગપાળા ઉતરપ્રદેશ જવા માટે પ્રયાણ કરતા તમામ પરપ્રાંતિય મજુરોને લાકડીયા પુલ ખાતે સી ડીવીઝન પોલીસે રોકી પુછતાછ કરતા તેઓએ જણાવેલ કે ધંધા રોજગારી બંધ થઇ ગયા હોય પૈસા ન હોવાને કારણે વતન પરત જઇ રહ્યા છે ત્યારે સી ડીવીઝન પી.આઇ ડી.જી. પટેલ તથા તેના સ્ટાફના માણસોએ આ તમામને કોરોના વાઇરસના સંક્રમણ અંગે માર્ગદર્શન આપી લોક ડાઉનના દિવસો દરમિયાન ભાવનગર છોડી જવા માટે રોક્યા હતા અને ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી તેઓની જીવન જરૂરીયાત પ્રાથમિક સુવીધા અને જમવાની વ્યવસ્થા પુરી પાડવામાં આવશે તેમ જણાવતા તમામે વતન જવાનુ ટાળ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...