હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ જીવોને ઘાસચારો, રોટલી, ગોળ વિતરણ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા ચાલતા

ભાવનગર ઃ આજે સંપૂર્ણ વિશ્વ કોરોના જેવા મહામારી રોગનો સામનો કરી રહ્યું છે ત્યારે આપણે બધા આપણા ઘરમાં બેસીને નિયમીતે રીતે ખોરાક મેળવી રહ્યા છીએ ત્યારે શહેરમાં રખડતા પશુઓની હાલત કફોડી બની ગઈ છે.

ત્યારે મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને મીત્રો દ્વારા ચાલતા હેલ્પીંગ હેંડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ જીવોને ઘાસચારો તેમજ રોટલા, રોટલી, ગોળ અને બીસ્કીટ ટ્રસ્ટના સભ્યો દ્વારા નિયમિત અબોલ જીવોને લોકડાઉન દરમિયાન આપવામાં આવશે. તેમજ જરૂરીયાતમંદ લોકોને વિનામ્ૂલ્યે ભોજન પહોંચાડવામાં આવશે.

આ વિતરણનો એક દિવસનો અંદાજીત ખર્ચ રૂા.5000નો છે. જે લોકોને લાભ લેવો હોય તે લોકોએ યથાશક્તિ પ્રમાણે લાભ લઈ શકશો આ માટેની રકમ બેંક ખાતા નં.50200039931302, અાઈએફસી કોડ HDFC0000137 એચડીએસસી બેંક, વાઘાવાડી રોડ ખાતે બેંક ખાતામાં જમા કરાવાની રહેશે. આ યોગદાન આપને 80G તેમજ CSR હેઠળ બાદ મળશે. વધુ વિગત માટે રૂષભ મો.8767162535, 8779120046 પર સંપર્ક કરો.
અન્ય સમાચારો પણ છે...