તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોર્ડની મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી અચોક્કસ મુદ્દત સુધી સ્થગિત કરાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે માર્ચ માસમાં લેવાયેલી ધો.10 અને ધો.12ની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણી જે 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ કરાયો હતો પરંતુ હવે ભારત સરકાર દ્વારા કોરોના વાયરસ ન ફેલાય તે માટે સતર્કતા માટે ત્રણ સપ્તાહ સુધી સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરાઇ છે ત્યારે ઉત્તરવહી ચકાસણીની કામગીરી હવે પછી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવી છે તેમ બોર્ડના સચિવ ડી.એસ.પટેલે જણાવ્યું છે. રાજ્યમાં કુલ 40 હજાર જેટલા શિક્ષકોને મધ્યસ્થ મૂલ્યાંકનના કેન્દ્રોમાં ચકાસણીની કામગીરી સોંપવામાં આવી હતી.

ધો.10 અને ધો.12ની પરીક્ષા ગત તા.21 માર્ચે પૂર્ણ થયા તે પહેલા 19મીથી જ રાજ્યભરના જુદા જુદા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં જવાબવહી ચકાસણીના કાર્યનો આરંભ થઇ ગયો હતો પણ દરમિયાનમાં ગુજરાત સરકાર દ્વારા આદેશ બાદ દસેક દિવસથી આ કામગીરી બંધ છે. ધો.10-12ના 17.50 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં મુકવામાં આવેલી ઉત્તરવહીઓને આગ, પાણી, શોર્ટ સરકીટ કે ઉધઇથી કોઇ નુકશાન ન થાય તેની કાળજી તમામ કેન્દ્રોના નિયામકોએ રાખવાની રહેશે. સતત પોલીસ સુરક્ષા મળી રહે તે મુજબની વ્યવસ્થા પોલીસ કમિશનર અથવા પોલીસ અધિક્ષકના પરામર્શમાં રહીને ચાલુ રાખવાનું રહેશે તેમ પણ આદેશ કરાયો છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધો.10-12ના 17.50 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી પરંતુ કોરોનાની સતર્કતા માટે પહેલા ગુજરાત સરકાર માટે કેન્દ્ર સરકારના લોકડાઉનના જાહેરનામાથી કામગીરી અચોક્કસ મુદ્દત માટે સ્થગિત કરાઈ છે.

ગુજરાત રાજ્યમાં 40 હજારથી વધુ શિક્ષકોને ધો.10-12ની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં રખાયા છે
અન્ય સમાચારો પણ છે...