વિદ્યાર્થીઓ વેબસાઇટ પરથી પુસ્તકો ડાઉનલોડ કરી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર¿કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આખા ભારતમાં 21 દિવસનું લોકડાઉન મૂકવામાં આવ્યું છે.

તેવામાં વિદ્યાર્થીઓનો અભ્યાસ નહીં બગડે તે માટે એનસીઇઆરટી અને જીએસએસટીબીએ પોતાની વેબસાઇટ પર ધો-1થી 12ની પાઠ્યપુસ્તક અપલોડ કર્યા છે. જેથી વિદ્યાર્થીઓ પોતાના કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ કે પછી સ્માર્ટ ફોનથી પાઠ્યપુસ્તકની પીડીએફ ડાઉનલોડ કરીને પોતાનો અભ્યાસ કરી શકશે. અહીં વાત એવી છે કે, બન્ને બોર્ડે નવા સત્રની પાઠ્યપુસ્તક અપલોડ કરી છે. તે સાથે ગુજરાત શિક્ષણ બોર્ડે પોતાની પાઠ્યપુસ્તકના મોટાભાગના ચેપ્ટરો એનસીઆરટીની પાઠ્યપુસ્તકમાંથી લીધા હોવાની વાત જણાય છે. સીબીએસઈના વિદ્યાર્થીઓએ ઇ-બુક્સ એનસીઆરટી અને જીએસઇબીના વિદ્યાર્થીઓએ ટેક્સબુક-જીએસએસટીબી ગૂગલ પર ટાઇપ કરી સર્ચ કરવાનું રહેશે. જેમાં પહેલા જે લિંક આવે તેની પર ક્લિક કરીને પાઠ્ય પુસ્તક ડાઉનલોડ કરવાની રહેશે. જે પીડીએફ દેખાશે અને વિદ્યાર્થીઓ તે ડાઉનલોડ કરીને સેવ કરવાની રહેશે.આ રીતે વિદ્યાર્થીઓને ઓનલાઇન પુસ્તકોની સુવિધા મળી છે.
અન્ય સમાચારો પણ છે...