તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરના મોભીને દફનાવી ઘરે આવ્યા બાદ શોર્ટ લાગતા મહિલાનું મૃત્યુ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલિતાણામાં બનેલી કરૂણાંતીકામા બે દિવસમાં શોક લાગતા અપમૃત્યુ઼ના બે બનાવો બનવા પામ્યા છે. એક જ ઘરમાં આઠ કલાકમાં બે-બે લોકોના મૃત્યુ થતા શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.

જેમાં પાલિતાણામાં પરીમલ સોસાયટીમાં રહેતા મુસ્લીમ હુસેનભાઇ હાજીભાઇ સરમાળી (ઉ.વ.60) ખુદાની રહેમતે પહોંચી જતા તેઓને કબ્રસ્તાનમાં દફનાવવા માટે લઇ ગયેલ.
અને દફનાવીને ઘરે પરત ફરતા તે જ દિવસે 8-10 કલાકના
અરસામાં એકજ ઘરમા઼ મૃત્યુંનો બીજો બનાવ બનવા પામ્યો હતોઁ. જેમા ઇદરીસભાઇ હાજીભાઇ સરમાસીની દીકરી અરબીનાબાનુ (ઉ.વ.12) પોતાના ઘરે
પાણીની મોટર શરુ કરવા જતા
તેને શોક લાગતા મૃત્યું
નીપજયું હતુ. તેણી સાત બહેનો એક એક ભાઇની લાડકી હતી.એક જ ઘરમા એક જ દિવસમા બે બે મૃત્યુ઼ થતા ગમગીની છવાઇ જવા પામી હતી.

લાકડા કાપતા શોક લાગતા મોત : પાલિતાણાના બહારપરામા઼ રહેતા અને લાકડા કાપવાનો વ્યવસાય કરતા ભરવાડ રૂખડભાઇ ઉગાભાઇ બોરીચા (ઉ.વ.40) શનિવારે બપોરના સમયે સોસાયટી એરીયામાં લાકડા કાપવા જતા જાડ ઉપરથી પસાર થતી જીવતી વીજ લાઇનને અડી જતા અને શોક લાગતા તેમનુ મૃત્યું નીપજયુ઼ હતુ.

{ પાલિતાણાના બુઝુર્ગનું મૃત્યું નીપજેલ, દફનવીધીના આઠ કલાકમાં એકજ ઘરમા બે મૃત્યું
અન્ય સમાચારો પણ છે...