હળદર-મીઠાના ગરમ પાણીના કોગળા કરો : ડો. દિજેશ શાહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઈરસને કારણે લોકડાઉન થતાં લોકો 21 દિવસ સુધી ઘરમાં રહેવાનું છે ત્યારે ઘરમાં રહેતા શાળાના િવદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઘરશાળાના ટ્રસ્ટી અને શહેરના જાણીતા ન્યુરો સર્જન ડો. દિજેશ શાહએ કેટલીક ઉપયોગી ટીપ્સ આપેલ છે.

À લોકડાઉન એટલે ઘરબંધીનો ચુસ્ત અમલ કરવો ઘરની બહાર ફ્લેટમાં કે શેરીમાં પણ રમવા જવું નહીં. ઘરના દરવાજાની અંદર જ રહેવું.

À ઈમરજન્સી ન હોય તો ઘરના મોટા લોકોએ પણ બહાર જવું જ નહીં.

À િદવસમાં બે વખત ગરમ પાણીમાં હળદર-મીઠું નાખી તેના કોગળા કરવા.

À છીંક આવે ત્યારે આડો રૂમાલ રાખવો અને માસ્ક પહેરીને જ રાખવું.

છોકરાઓએ ઘરની બહાર રમવા ન મોકલવા અને મોટા લોકોએ પણ ઘરમાં જ રહેવા અપીલ
અન્ય સમાચારો પણ છે...