તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપાય : કોરોના મહામારી જેવા મુશ્કેલ સમયમાં મન ને સ્વસ્થ રાખવાની ચાવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર : આજની આ મહામારીની સ્થિતિના કારણે લોકોમાં ભય, ચિંતા, ગભરા, વ્યાકુળતા ,તણાવ,અનિશ્ચિતતા, અનિદ્રા, અસુરક્ષાનો અનુભવ થઈ રહ્યો છે. પરિણામે મનની શક્તિઓ ઓર નબળી પડી શકે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ ક્ષીણ થાય છેp મનના નબળા માણસો પોતાનું માનસિક બેલેન્સ પણ ખોઈ બેઠાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવા સમયે રોગ કરતા રોગના ભયના કારણે વધુ લોકો મરી શકે છે. આજની લોકડાઉનની પરિસ્થિતિના કારણે કોરોના ની બિનજરૂરી ચર્ચાઓ ને લઈ ને નેગેટિવ તરંગો ફેલાય છે, જે રોગ ને વધુ જટિલ સ્વરૂપ આપી શકે છે.સરકારશ્રી અને મેડિકલ એસોસિએશન તરફ થી તકેદારી ના સરાહનીય પગલાં લેવા માં આવી રહ્યા છે . એમા એક અગત્યની ખૂટતી કડી એ છે કે આવા સંકટ ના સમય મા પોતાના વિચલિત થયેલ મન ને કેવી રીતે સ્વસ્થ રાખવું. મન થી મક્કમ હોઈશું તો કોઈપણ પરિસ્થિતિ નો સામનો કરી શકાશે. આવી પરિસ્થિતિમાં જો યોગ અને ધ્યાન કરવામાં આવે તો એ મન અને તન માટે શ્રેષ્ઠ સાબિત થાય છે.

> કોઈપણ કારણે આપણા મનમાં ઉદભવતા ભય,ચિંતા,ગભરાટ,તણાવ વગેરે ઓછા થાય છે.

> મન શ્વાસ પર સ્થિર થતા શાંતિ નો અનુભવ થાય છે ,ગભરાહત દૂર થાય છે ,તણાવ ઓછો થાય છે.

> મન મજબૂત થતા નિર્ણય શક્તિ અને આત્મ વિશ્વાસ વધે છે,જે સંકટ સમયમાં ખૂબ ઉપયોગી નીવડે છે.

>અનિદ્રા અને નકારાત્મક વિચારો માં ફાયદો થાય છે.

> આવી સ્થિતિ માં સજાગગતા આવતા સમય નો સદુપયોગ કરી પોતાને રોગ સામે સક્ષમ બનાવી શકીએ છીએ.

> આ ધ્યાન કરવાથી પોતાની અંદર જ સદભાવ( મૈત્રી ભાવ) જાગશે જે પોતાના સિવાય અન્ય લોકો માટે મંગલમયી /ફાયદાકારક હશે.મૈત્રીભાવ ના તરંગો ખુબજ પાવર ફૂલ હોયછે.જે બીજા ને શકુન આપી શકે છે

> આ ધ્યાન થી મગજ અને અંતઃસ્ત્રાવ ની ગ્રંથિ ઓ ના ન્યુરોકેમિકલ્સ માં ફેરફાર થતા રોગપ્રતિકારક શક્તિ વધે છે

> આ ઘ્યાન થી સ્વરક્ષણ મળે છે ,આપણી આજુબાજુ પોઝિટિવ તરંગો ની ઢાલ (કવચ) બને છે જે નકારાત્મક પરિબળો (NEGATIVE INPUTS ) ને અંદર ન પ્રવેશવા દેવામાં કારગત નીવડે છે.

> જેમ એક સૈનિક ,ડોક્ટર કે પોલીસ જે રીતે સેવા આપે છે તેવી ઉત્તમ સેવા ઘરે બેઠા વગર જોખમેં
ધ્યાન અને મૈત્રીભાવ ની સાધના કરીને બીજા ને દુઃખ મુક્ત
થવામાં મદદરૂપ થઇ શકીએ છીએ.
અન્ય સમાચારો પણ છે...