રોગચાળા સામે રક્ષણ આપતા બ્લીચીંગ પાવડર પ્રવાહી બનાવાની પદ્ધતિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર¿ હાલ કોરોનાના રોગચાળાને ડામવા અને તેની સામે સતર્કતા માટે પગલાં લેવાઇ રહ્યાં છે ત્યારે ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા મુજબ રહેણાંકી વિસ્તાર માટે બ્લીચીંગ પાવડરનું પ્રવાહી બનાવવાની સરળ રીત આપી છે. આ પદ્ધતિ મુજબ 1:100 બ્લીચ સોલ્યુશન (0.05% સોડિયમ હાઈપોક્લોરાઈટ) રહેણાક વિસ્તારને જંતુરહિત કરવા માટે પૂરતું છે. સૌપ્રથમ તૈયાર કરનાર વ્યક્તિએ એપ્રોન, માસ્ક, ચશ્મા અને રબર/લેટેક્સનાં હાથમોજાં પહેરવા. 10 લિટર પાણીમાં 16 ગ્રામ (અંદાજે 3 ચમચી જેટલું) બ્લીચીંગ પાવડર
પાણીમાં નાખીને પાવડરના કણો ન દેખાય ત્યાં સુધી હલાવવું. ત્યાર બાદ સ્પ્રેયર વડે છંટકાવ કરવો. અંદાજે અડધા કલાકના સમયગાળા બાદ બધી જ છંટકાવ કરેલી જગ્યાઓને ચોખ્ખા પાણીથી
ધોઈ નાખવી. બ્લીચીંગ પાવડરમાં અન્ય કોઈ જંતુનાશકનો ઉપયોગ ન કરવો. બ્લીચીંગ પાવડરની અસરકારકતા જળવાઈ રહે તે માટે બંધ બરણી કે અન્ય પાત્રમાં સીધા સૂર્યપ્રકાશથી દૂર તેમ જ બાળકોની પહોંચથી દૂર રાખવું જોઈએ.

વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા પ્રમાણે મેડિકલ કોલેજે જાહેર કરી સરળ પદ્ધતિ
અન્ય સમાચારો પણ છે...