મેડિકલો ખુલ્લા પણ ખાનગી દવાખાના બંધ રહેતા કચવાટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર દેશમાં આરોગ્યની કટોકટીનો સમય છે ત્યારે જનતાની સાથે ખાનગી જનરલ પ્રેક્ટીશનર્સ ડોકટરો પણ ભયભીત બનતા તેઓ તેમની રૂટિન સેવાથી અળગા રહીને મોટાભાગના દવાખાનાઓ બંધ રાખતા દર્દીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે. લોકોએ જણાવ્યું કે,મેડિકલો ખુલ્લા છે, પણ અમારે રૂટિન દવાઓ લેવા ક્યાં જવું, જો કે સરકારી આરોગ્ય કેન્દ્રોની સેવા શરૂ છે, પણ ખાનગી પ્રેક્ટીશનર્સ મોટાભાગે બંધ હાલતમાં છે.

આમ પણ તબીબો માટે સ્વ-સલામતી કરતાં ય દર્દીઓની સારવારનો ધર્મ મુખ્ય ગણાય છે. ઘણા લોકોએ ફરિયાદ કરી કે અમને સરકારી દવાખાનાઓ જતા બીક લાગે છે. અમે ખાનગી દવાખાનાઓ જઈએ છીએ તો ત્યાં તબીબો છે.

તબીબોનું સ્વાસ્થ્ય પણ મહત્ત્વનંુ છે

તબીબોનું સ્વાસ્થ્ય પણ મહત્ત્વનું છે. અમારી જરૂરી અને ઈમરજન્સી સેવાઓ આપવાનું શરૂ જ છે. અમે કોઈને બંધ રાખવા માટે જણાવ્યંુ નથી. ઉપરાંત ગઈકાલના કેસ મુજબ કોઈ પોઝીટીવ દર્દી હોય તો તેના કારણે ડોકટરોનું સ્વાસ્થ્ય પણ કથળે છે. જરૂરિયાત પ્રમાણે અમારૂ કામ ચાલે છે. જો બધા ડોકટરો જ બીમાર પડશે તો શંુ થશે ?.... > ડો.દર્શન શુકલ, પ્રેસિડેન્ટ, ઈન્ડીયન મેડિકલ એસોસિએશન.

સરકાર તરફથી ડોકટરો માટે સુવિધાનો અભાવ

ડોકટરે જણાવ્યું કે, સારવાર માટે પીપીઈ કીટ પહેરવી જરૂરી છે.પરંતુ તેની પ્રાથમિક સુવિધાઓ જ અમારી પાસે નથી. િવદેશોમાં તબીબોને જે ફેસિલિટી મળે છે, તે આપણા દેશમાં ઘણી ઓછી છે. દર્દીઓ ભીડમાં પણ આવતા હોય છે.

બધા ડોકટરોને દવાખાના ખોલવા કલેકટરની સૂચના

આજે જ અમારી મીટીંગ મળી હતી. કલેકટરની સૂચના પ્રમાણે હવેથી બધા ડોકટરોને દવાાખાના ખોલવાના રહેશે. જોકે સરકારી દવાખાના ખોલવાના રહેશે. જોકે સરકારી દવાખાના તો બધા ખુલ્લા જ હોય છે. પરંતુ પ્રાઈવેટ ડોકટરોએ આ સંકટ સમયે પોતાની સેવા આપવી ફરજીયાત છે. > ડો.આર.કે. સિંહા, આરોગ્ય અધિકારી

જરૂિરયાતના સમયે સોસાયટીઓ, ગામડાંઓ, તાલુકા મથકે તબીબો સેવા આપતા ન હોય દર્દીઓ હેરાન-પરેશાન થાય છે
અન્ય સમાચારો પણ છે...