ચાલો શાકભાજી આવ્યું, સખીમંડળની બહેનોએ ઘરે ઘરે જઈ વહેંચણી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસને કારણે પર્યાપ્ત જીવન જરૂરી ચીજ વસ્તુ હોવા છતાં લોકોની માનસિકતાને કારણે સંગ્રહ કરવા દોડધામ કરી રહ્યા હોય છે. જેને કારણે લોકો વચ્ચે અંતર રાખવાને બદલે ટોળા વળતા હોય છે. ત્યારે કોર્પોરેશનના યુ.સી.ડી. વિભાગના દ્રષ્ટિ એરીયા લેવલ ફેડરેશન દ્વારા શહેરના છ વોર્ડમાં ઘરે ઘરે જઈ થાળી વેલણ વગાડી સખીમંડળની મહિલાઓ દ્વારા શાકભાજી વિતરણ કરવામાં આવ્યુ હતું.જે હાલમાં નિયમિત રીતે વિતરણ કરવામાં આવશે.

જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને તેમાં પણ ખાસ કરીને શાકભાજી ખરીદવા માટે લોકોને મુશ્કેલી પડતી હોય છે. શાકભાજી ખરીદવાના સ્થળે પણ લોકોના ટોળા વળતા હોય છે. સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં રાખી ગંભીર બેદરકારી દાખવતા હોય છે. આવા સમયે કોર્પોરેશનના યુ.સી.ડી.ના વિભાગ દ્વારા દ્રષ્ટિ એરીયા લેવલ ફેડરેશન હસ્તક સખીમંડળની મહિલાઓને ન્યુનતમ રોજગારી મળે અને લોકોને બજારભાવ અને તેનાથી પણ રાહત ભાવે શાકભાજી ઘરે બેઠા મળી રહે તેવા પ્રયાસ સાથે આજથી શહેરના ઉત્તર કૃષ્ણનગર, તખ્તેશ્વર- નવાપરા, કાળીયાબીડ, ઉત્તર સરદારનગર, દક્ષિણ સરદારનગર અને ઘોઘાસર્કલ વોર્ડમાં શેરીએ શેરીએ, ઘરે ઘરે જઈ થાળી વેલણ વગાડી ઇ-રીક્ષા દ્વારા શાકભાજીનું વિતરણ કર્યું હતું. ઘરે ઘરે અથવા તો શેરીએ ફ્લેટમાં શાકભાજી વિતરણ સમયે પણ દરેક લોકો વચ્ચે અંતર જળવાય રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. યુ.સી.ડી.ના ભૂિમકાબેન સહિતનાં જહેમત ઉઠાવીરહ્યા છે.

મોબાઇલ કરો, તમારા વિસ્તારમાં આ‍વશે

વોર્ડ સખીમંડળ મોબાઇલ નં

ઉ. કૃષ્ણનગર બારૈયા ભારતીબેન 9512323644

તખ્તેશ્વર બારૈયા સુનિતાબેન 8758920120

કાળીયાબીડ મકવાણા ભારતીબેન 9572380876

દ.સરદારનગર જેજરીયા મધુબેન 9824234895

ઉ.સરદારનગર જેઠવા રક્ષાબેન 6355716756

ઘોઘાસર્કલ બારૈયા મંજુલાબેન 8758564575

ખરીદનારાઓ વચ્ચે અંતર જળવાઈ રહે તેની તકેદારી રાખી
અન્ય સમાચારો પણ છે...