તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવા તાલુકામાં આરોગ્ય ટીમ દ્વારા લોકોની કરાતી ચકાસણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુવા તાલુકા હેલ્થ ઓફિસર ડો.ચંદ્રકાંત કણજરીયા દ્વારા મહુવા તાલુકાના દરેક ગામ અને સેન્ટર ઉપર આરોગ્ય કર્મચારીની 2 થી 3 વ્યક્તીની ટીમ કાર્યરત કરવામાં આવી છે.મહુવા શહેર અને તાલુકામાં તબીબો અને આરોગ્ય કર્મચારીઓની જુદી-જુદી ટીમોએ બહાગામથી આવેલા કુલ 7,500 ઉપરાંતના લોકોની આરોગ્ય ચકાસણી પણ કરી છે. મહુવા તાલુકાની આરોગ્ય ટીમમાં 22 મેડીકલ ઓફીસર, 68 ફીમેઇલ હેલ્થ વર્કર, 58 મેઇલ હેલ્થ વર્કર, 20 સુપરવાઇઝર, 15 કમ્યુનીટી હેલ્થ ઓફીસર, 10 તાલુકા ટીમ, 400 આશા બહેનો જુદી-જુદી સેન્ટર વાઇઝ અને ગામ વાઇઝ ટીમમાં કામગીરી સંભાળી રહ્યાં છે.

આરોગ્યલક્ષી મદદ માટે કંટ્રોલ રૂમના ટેલીફોન નં. 02844-227660 અને ડો.ચંદ્રકાંત કણજરીયાનો મો.નં. 9727779654 ઉપર સંપર્ક સાધવાથી તબીબી સેવા આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.મહુવા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હજ્જારોની સંખ્યામાં મોટા શહેરોમાંથી આવી રહેલ લોકોએ પોતાની નૈતિક જવાબદારી સમજી પોતાની આરોગ્ય ચકાસણી કરાવી લેવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...