તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

37.3 ડિગ્રી સેન્ટીગ્રેડે શહેરમાં બપોરે ચૈત્રી તડકાનો પ્રભાવ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરમાં હવે વાદળો વિખાતા બપોરના સમયે ચૈત્ર તડકો જામી રહ્યો છે. ચાર જ દિવસમાં શહેરના મહત્તમ તાપમાનમાં સાત ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થયો છે.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે ગરમી વધીને 37.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા બપોરે ચૈત્રી ગરમીનો અનુભવ ભાવેણાવાસીઓને થયો હતો. રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 21.4 ડિગ્રી હતું તે આજે 1.6 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 23 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 18 ટકા હતું તે આજે ઘટીને 15 ટકા થઇ ગયું હતુ. તો પવનની ઝડપ એક દિવસમાં આઠ કિલોમીટર વધીને આજે 20 કિલોમીટર થઇ હતી. ભાવનગર શહેરમાં ચૈત્ર માસના આરંભથી ગરમી દિન પ્રતીદિન વધતી રહી છે જેથી વાઈરસ જન્ય રોગચાળો ફેલાતો અટકાશે તેવી આશા છે.

ચાર દિવસમાં તાપમાનમાં વધારો

તારીખ મહત્તમ તાપમાન

30 માર્ચ 37.3 ડિગ્રી સેન્ટીગ્રેડ

29 માર્ચ 35.1 ડિગ્રી સેન્ટીગ્રેડ

28 માર્ચ 33.3 ડિગ્રી સેન્ટીગ્રેડ

27 માર્ચ 30.3 ડિગ્રી સેન્ટીગ્રેડ

પવનની ઝડપ વધીને 20 કિલોમીટર થઇ
અન્ય સમાચારો પણ છે...