તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગરમાં ડ્રોન કેમેરામાં કેદ થયેલા 14 સામે ગુન્હો નોંધાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેર જિલ્લામાં કામ વગર બહાર નિકળેલ તથા દુકાન શરૂ રાખનાર 14 લોકો ડ્રોન કેમેરામાં કેદ થઇ જતા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેેમાં શહેરના એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રોન કેમેરા દ્વારા તપાસ કરતા નવાપરા પાસે ગેરેજ પાસે કામ વગર બેસેલ હુસેન જમાલભાઇ પરમાર, રસુલ હુસૈનભાઇ ડેરૈયાને તથા ઇદગાહ મસ્જીદ પાસે રફીક કાસમભાઇ ડેરૈયા, મહમદ મુસાભાઇ શાહ, સફી મુનીરભાઇ ખાલવા તથા સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રોન કેમેરા દ્વારા તપાસ કરતા જમનાકુંડ પાસે સીલ્વર ફરસાણ હાઉસની દુકાન શરૂ રાખનાર સોહીલ હારૂનભાઇ લાખાણી, તથા લક્ષ્ય ભેળ ખારગેટ પાસે સીલ્વર ફરસાણ હાઉસ શરૂ રાખનાર અનીસ યુસુફભાઇ કુરેશી તથા સેફનો ડેલો લક્ષ્મીભેળ પાસે વારંવાર કામ વગર આટા ટલ્લા મારતો ચિરાગ સાંમતભાઇ છૈયડા તથા આઇ.ડી.બી.આઇ બેન્કના એ.ટી.એમ ખારગેટ પાસે આટા ટલ્લા મારતો ચેતન ભરત ભટ્ટ તથા બોરડીગેટ વિસ્તારમાં વિનુ જગદીશભાઇ ડાભી કામ વગર બહાર નીકળેલ હોય તમામ સામે પોલીસે જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે ઉમરાળા પોલીસ ડ્રોન કેમેરા સાથે પેટ્રોલીંગમા હતા.તે દરમ્યાન ધોળા જંકશન ખાતે કામ વગર નીકળતા જોવામા આવતા ડ્રોન કેમેરામા દેખાયેલ સ્થળ પર જઇ જોતા અવર જવર કરતા કુલ 3 ઇસમોને જાહેરનામાં ભંગ બદલ ગુન્હો
દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...