તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવતી કાલથી જિલ્લામાં રેશન કાર્ડ ધારકોને મફત અનાજ વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ સમયે ગરીબ પરિવારોને અન્નનો પુરવઠો સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા જેમાં વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા અને કુટુંબ દીઠ 1 કિલો ખાંડ 1 કિલો દાળ અને 1 કિલો મીઠું વિનામૂલ્યે આપવામાં આવશે. 1 એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી આ પ્રકારે રેશનકાર્ડ ધારક પરિવારોને અનાજ પૂરું પાડવામાં આવશે. હાલમાં ભાવનગર જિલ્લામાં કુલ રેશનકાર્ડ ધારકો 3,37,276 અને 17,11,874 લાભાર્થીઓને આ અંતર્ગત સાંકળી લેવાયા છે.

આ અંગે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં અનાજનો પુરવઠો પર્યાપ્ત રીતે લોકોને મળી રહે અને લોકોને કોઇ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. પૂરતા પ્રમાણમાં અન્નનો પુરવઠો ઉપલબ્ધ છે. લોકો મનમાં સંશય રાખી ભીડ એકઠી ના કરે અને જ્યારે સસ્તા અનાજની દુકાનો પર પહોંચે ત્યારે યોગ્ય અંતરે ઊભા રહી દુકાન પરથી પરિવાર માટે અનાજ પ્રાપ્ત કરે.

સંગ્રહખોરો સામે તવાઈ : કલેકટર

ભાવનગરમાં દુકાનદારો કોઈપણ પ્રકારની અનાજ, કરીયાણાની અન્ય વસ્તુઓનો સંગ્રહ ન કરે અને લોકો પણ પોતે સંગ્રહખોર ન બને, જો કોઈ દુકાનદાર સંગ્રહખોરી કરતાં જણાશે તો તેમના પર કડક પગલાં લેવામાં પણ આવશે. જીવનજરૂરી તમામ આવશ્યક વસ્તુઓ સરકાર દ્વારા આ સંપૂર્ણ લોકડાઉનના સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતુ.
અન્ય સમાચારો પણ છે...