મહુવામાં દિવ્યાંગો અને હોસ્પિટલોમાં દર્દીઓ સાથે આવેલા લોકોની આંતરડી ઠારવા ભોજન અપાઇ રહ્યું છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુવા બ્યુરો ઃ ભુખ્યાનીઆંતરડી ઠારવી તેનાથી પુણ્યનુ બીજુ કામ શું હોય શકે મહુવામાં સિતા-રામ સેવા કાર્ય હરતુ-ફરતું અન્નક્ષેત્ર છેલ્લા 4-5 વર્ષથી સેવા પ્રવૃતિ ચાલી રહી છે. શહેરની મધ્યમા અંધ, અપંગ, સાધુ સંતો કે નિરાધાર લોકોને બપોરે અને સાંજનું ભોજન મળી રહે ભુખ્યા ન સુવે તેવી સુંદર વ્યવસ્થા જાત મહેનતે ગોઠવવામા આવી છે.

મહુવામાં ચાલતા ભુખ્યાને ભોજન નામના અન્નક્ષેત્ર કોઇપણ નાત જાતના ભેદભાવ વગર દરરોજ બપોરે અને સાંજે ભુખ્યાને ભોજન પીરસાઇ રહ્યું છે. દાતાઓની ઉદાર સખાવતથી નિરંતર સેવા પ્રવૃતિ ચાલતી રહે છે.જીપ, કાર અને રીક્ષામાં ભોજન સામગ્રી ગોઠવી શહેરમા કોઇ પાગલ, અંધ, અપંગ, વિકલાંગ દિવ્યાંગો હોય કે કયાયથી આવી ચડેલા સાધુ સંત હોય કે પછી કોઇ નિરાધાર કે પ્રવાસી હોય તેમજ જુદી-જુદી હોસ્પિટલના દર્દીઓના સગા વ્હાલાને બે ટંક તેઓને રોટલી, રોટલા, શાખ, ખીચડી, દાળ, ભાત , શાક રોટલી, મીઠાઇ, ફરસાણ દરરોજ અલગ-અલગ વાનગીનું ભરપેટ ભોજન આપવામા આવી રહ્યું છે. કેટલાક માસીક રૂ.500 કે રૂ.1000 તો પુણ્ય સ્મૃતિ, જન્મ દિવસ, લગ્નની વર્ષગાઠ નિમિત્તે એક ટંકના રૂ.5,000 બે ટંકના રૂ.10,000નો નકરો આપી આ સેવા યજ્ઞમાં પોતાની શક્તિ મુજબ આહુતી આપી રહ્યાં છે.
નિષ્કામ અને સાદગીપૂર્ણ જીવન જીવતા ભુખ્યાને ભોજન આપવા જશુભાઇના ટુંકા નામની ઓળખ ધરાવતા શરૂઆતમાં મોટર સાયકલ ઉપર ભોજન સામગ્રી લઇ સાંજે 6 થી રાત્રે 10 સુધી શહેરમાં ફરીફરી ભૂખ્યાને શોધી ભોજન કરવતા ધીમે ધીમે લાભાર્થીઓની સંખ્યા વધતા લોડીંગ રીક્ષામાં ભોજન આપવાનું શરૂ કરેલ છે. હાલ દાતા તરફથી એક જુની કાર અને જીપ ભેટ મળી છે. જેમાં ભોજન સામગ્રી સાથે નીકળી લાભાર્થીને શોધી ભોજન પીરસવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...