ભાવનગરની શેરીઓમાં નીકળશો તો ડ્રોનની નજરથી બચી શકશો નહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર | વર્તમાન સંજોગોમાં કોરોના વાઈરસને અંકુશમાં રાખવા 21 દિવસના જાહેર કરાયેલ લોકડાઉનનો ભંગ કરનારાખો સામે હવે પોલીસ ડ્રોન કેમેરાથી ચાંપતી નજર રાખશે તથા મહોલ્લા, શેરીઓ ગલિઓકે સોસાયટીઓમા ભેગા થતા લોકો સામે જાહેરનામા ભંગ બદલ કડક કાર્યવાહી કરવામા આવશે. ભાવનગર પોલીસ દ્વારા આજે ડ્રોન કેમેરા દ્વારા શહેરના કુંભારવાડ, નવાપરા તથા ઘોઘાસર્કલ વિસ્તારોની શેરીઓ, ગલીઓમા ચાંપતી નજર રાખી ફોટા પાડ્યા હતા જ્યારે આવતી કાલથી જ્યા વાહનો નહી જઈ શકતા હોય તેવી પણ તમામ શેરી, ગલીઓ પર ચાંપતી નજર રાખી ફોટા પાડી લોક ડાઉન ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરશે. હાલમા ચાલતા લોકડાઉન દરમીયાન લોકોને ઘરની બહાર ન નીકળવા સુચના આપવામાં આવી છે તેમ અમુક લોકો બીન જરૂરી પ્લોટમાં, કંમ્પાઉન્ડ વોલના મુખ્ય દરવાજો બંધ કરી અંદર એકઠા થાય છે. તથા સોસાયટી, શેરીઓ, ગલીઓ, દુકાનોના પાટીએ, ઘરના ઓટલાઓ પર કોમન પ્લોટોમાં વગેરે જગ્યાઅોએ બેસવા કે ભેગા થનારાઓ સામે ડ્રોન કેમેરા તથા નેત્ર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ મારફતે પોલીસ નજર રાખી કાર્યવાહી કરશે. તેમજ લોકડાઉન દરમીયાન ટ્રાવેલ્સ વાળા, ખાણીપીણી, ફુટવેર, હાર્ડવેર, ટેઈલર, કટલેરી, ચા પાન માવા, ટાયર પંચર, બાકડે બેઠેલા કારણ વગર રોડ પર પસાર થઈ મશ્કરી કરી વાહનો લઈ ફરનારાઓ સામે જાહેર નામાના ભંગ બદલ કેસ દાખલ કરી કડક કાર્યવાહી કરવામા આવશે તેમ ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ દ્વારા જણાવાયું હતું.
અન્ય સમાચારો પણ છે...