તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિહોરમાં નદીના પટના દબાણમાં ખેતીવાડીનું જોડાણ આપતા વિવાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિહોર નાં નદી વિસ્તારમાં જે જગ્યા પર સિહોર મામલતદાર દ્વારા દબાણ દાખલ કરાયું છે. તે જગ્યાએ વ્યક્તિગત માલિકીની જગ્યા નાં દસ્તાવેજો પ્રસ્તુત કરીને પી.જી.વી.સી.એલ નું ખેતીવાડી કનેક્શન લેવાયેલ છે. તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સહમંત્રી જયરાજસિંહ મોરી દ્વારા મુખ ્યમંત્રીને સિહોરની ગૌતમી નદી વિસ્તારમાં ભૂમાફિયા તત્ત્વો દ્વારા દબાણ દૂર કરવાની રજૂઆત કરવામાં આવેલ ત્યારે નદીના વિસ્તારમાં દબાણ વાળી જગ્યાઓ પર કનેક્શન નો મુદ્દો સરકારી કચેરીઓની કામગીરી પર પ્રશ્નાર્થ મૂકે છે.

ભીખાભાઈ મોરીના નાં નામની માલિકીની જમીન દર્શાવીને વીજ કંપની પાસેથી વીજ કનેક્શન લેવાયા નાં બે મહિના બાદ મામલતદારના સર્વે દરમિયાન આ મિલકત સરકારી જમીન પર દબાણ હોવાની માલૂમ પડેલ હતું. મામલતદાર દ્વારા 15 દિવસ ની અંદર જ દબાણ હટાવી દેવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જ્યારે પી.જી.વી.સી.એલ દ્વારા કોઈ અન્ય સર્વે નંબર નું ખેતીવાડી કનેક્શન થાંભલા , ટ્રાન્સફોર્મર અને મીટર સહિત આપી દેવાયેલ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ બાબતે જયરાજસિંહ મોરી દ્વારા વિજિલન્સ કમિશનર ને યોગ્ય રજૂઆત કરવામાં આવી છે.

પુરાવાઓનાં આધારે જ વીજ કનેક્શન અપાયું હતું

પી.જી.વી.સી.એલ દ્વારા ડિસેમ્બર માં કનેક્શન આપવામાં આવ્યું હતું. કનેક્શન તલાટી કમ મંત્રી દ્વારા ચકાસેલ જમીનના દસ્તાવેજોના આધારે જ આપવામાં આવ્યું છે. કનેક્શન આપ્યા નાં બે મહિના બાદ જમીન પર દબાણ હોવાનું પુરવાર થયેલ છે. દબાણ હટાવી વખતે વીજ કંપનીની મિલકતો લઈ લેવાનો પણ હજી સત્તાવાર હુકમ મળેલ નથી > જીગ્નેશભાઈ વાલેરા, નાયબ ઇજનેર સિહોર સીટી પી.જી.વી.સી.એલ
અન્ય સમાચારો પણ છે...