લોકડાઉન છતાં પોલીસના હાથે 2526 વાહનો જબ્બે : તમામ સામે ગુન્હા દાખલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા ઇલક ડાઉન જાહેર કર્યા છતાં તેનો ભંગ કરનાર વાહન ચાલકો,દુકાનો ખુલ્લી રાખનારા વેપારીઓ અને જાહેર નામાનો ભંગ કરનારા સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. લોક ડા.ન છતાં 2526 વાન ચાલકો પોલીસના હાથ ઝડપાતા તમામ વાહનો ડીટેઇન કરવામા આવ્યા છે.

તા.20/3 થી ત્રણેય જિલ્લામાં જાહેરનામુ અમલમાં હોય તથા તા.23/3 ના રાત્રીના 12-00 વાગ્યાથી રાજય ભરમાં લોક ડાઉન જાહેર કરવામાં આવેલ છે. લોક ડાઉનની સંપુર્ણ અમલવારી માટે ભાવનગર રેન્જ ડીઆઇજીપી અશોક કુમાર યાદવ ની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, અમરેલી અને બોટાદ જીલ્લાના એસ.પી.ના માર્ગદર્શન હેઠળ ભાવનગર રેન્જ પોલીસ સુસજજ અને કટિબધ્ધ છે.

ભાવનગર રેન્જ જિલ્લામાં પ્રવેશતા અન્ય જિલ્લાના લોકોને અટકાવવા અને બહાર જવાના મહત્વના પોઇન્ટ પર 42 ચેક પોસ્ટ શરૂ કરાઇ છે. જયા બેરીકેડ ઉભા કરી નાકાબ઼ધી કરી તમામ વાહન ચાલકોને ચેક કરવામાં આવી રહયા છે. રેન્જ હેઠળના તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં બંદોબસ્ત તથા ચેક પોસ્ટ પર કુલ 14 ડીવાયએસપી, 40 પી.આઇ., 140 પીએસઆઇ.,3200 પોલીસ, એસઆરપીએફ, 2500 હોમગાર્ડઝ,જીઆરડી તથા ટીઆરબી નાં સભ્યો તૈનાત છે. તેઓને પુરતા પ્રમાણમા માસ્ક,હેન્ડ ગ્લોઝ તથા સેનેટાઇઝર ફાળવવામા઼ આવેલ છે. ભાવનગર રેન્જમા આજદીન સુધીમા કુલ-1027 ઇસમો વિરૂધ્ધ 894 ગુન્હાઓ દાખલ કરી વાનો કબ્જે કરી વાહનો કબ્જે કરવામાં આવેલ છે.ડ્રોન દ્વારા ત્રણેય જિલ્લાની જુદી થજુદી સોસાયટીઓ,શેરીઓ ઉપર વિહંગાલોકન કરી બીન જરૂરી આંટા મારતા 38 ઇસમો સામે 15 ગુન્હાઓ રજીસ્ટર કરાયા છે.રેન્જના 3 જિલ્લાના ગામડાના સરપંચોને પોત પોતાના ગામની જવાબદારી સોંપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...