તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CURFEW નથી CARE FOR YOU છેરવિવારે પરિવાર ઝિં દાબાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના રોગચાળાને ફેલાતો અટકાવવા ભાવનગર સહિત સમગ્ર ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.22 માર્ચને રવિવારે આપેલા જનતા કર્ફ્યુના એલાનને શહેરમાં આજથી જ પ્રતિસાદ મળવાનો આરંભ થઇ ગયો છે અને રસ્તાઓ પર સામાન્ય દિવસ કરતા આજે ઓછી અવર-જવર દેખાતી હતી. તો ચા-પાન-માવાની લારીઓ, ગલ્લા અને દુકાનો પણ બંધ હતી. તેમાં પાન-માવાના ગલ્લા બીડી-સિગારેટની દુકાનોની સાથે અન્ય દુકાનો પણ બંધ કરાવતા સામાન્ય પ્રજાજનોને મુશ્કેલીનો સમાનો કરવો પડ્યો હતો. જાણે એક દિવસ અગાઉથી જ ફરજિયાતપણે દુકાનો કે વેપારીઓને કરફ્યૂનો અમલ કરવો પડ્યો હોય તેવી સ્થિતિ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળી હતી. તો કેટલાક વિસ્તારોમાં પાન-માવા-સિગારેટના ગલ્લા પણ શરૂ હતા.

ભાવનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં આજ દિન સુધીમાં કુલ 47 લોકોએ વિદેશની મુસાફરી કરી હતી તે પૈકી 28 લોકોના 14 દિવસના નિરીક્ષણ પૂર્ણ થયા છે અને હાલ 19 વ્યક્તિઓ તેમના ઘરે નિરીક્ષણ હેઠળ છે. રવિવારે જનતા કર્ફ્યૂનું આહવાન કરાયું છે ત્યારે ભાવનગરમાં લોકો જાણે આજથી જ ઘરની બહાર ન નિકળવા માટે કટિબદ્ધ થયા હોય તેમ રસ્તાઓ પર ભીડ જોવા મળી ન હતી. આવતી કાલે ઘરની બહાર ન નિકળવા તેમજ ઘરમાં પણ વધારે ભીડ એકઠી ન કરવા તેમજ સાંજે 5 કલાકે થાળીનાદ, ઘંટ કે ઝાલરનાદ કે શંખનાદ અથવા તાળીઓ પાટીને આવશ્યક સેવાઓમાં જે જે કર્મચારીઓ કાર્યરત છે તેને બિરદાવવામાં આવશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોવીડ 19 વાઇરસ ને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવી છે ત્યારે વડાપ્રધાન દ્વારા તા. 22 માર્ચના રોજ સવારના 7 થી સાંજ નાં 5 વાગ્યા સુધી ભારતભરમાં જનતા કરફ્યુ જાળવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકા નાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના 500 થી 1000 જેટલા આઉટસોર્સ સફાઇ કર્મચારીઓ દ્વારા જનતા કરફ્યુ નાં દિવસે શહેરની સઘન સફાઇ હાથ ધરવામાં આવશે.

સેવો સંસ્થાના તમામ લારીવાળાઓ આ સંકટની વેળાએ એક બનીને ઉભા રહેશે અને રવિવારે સૂચનાઓનો સખ્તાઇપૂર્વક અમલ કરશે તેમ સેવોના કિર્તીભાઇ પંડ્યાએ જણાવ્યું છે.

જાહેરમાં થૂંકવા બદલ 101 કેસ નોંધાયા

જાહેરમાં થુંકવા સામે દંડ ફટકારવામાં આવે છે. જેમાં આજે ભાવનગર મહાપાલિકા અને અન્ય જિલ્લાના તમામ વિસ્તારમાં કુલ મળી 101 કેસ નોધાયા હતા અને તેઓને કુલ રૂા.31,400નો દંડ ફટકારાયો હતો. આજ સુધીમાં કુલ 295 કેસમાં રૂા.94,450નો દંડ વસૂલાયો છે.

રો રો ફેરીમાં તમામ મુસાફરોનું સ્કીનિંગ

ભાવનગર-દહેજ રો-રો ફેરી સર્વિસ શરૂ હોય તેમાં આવતા તમામ મુસાફરોનું કંપની દ્વારા સ્કેનિંગ કરવામાં આવે છે. ઉપરાંત ઘોઘાના તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા વધારાની ટીમ મુકાઇ છે જે ચકાસણી કરી મુસાફરોને હોમ કોરોન્ટાઇન કરવા જણાવે છે.

શહેર અને જિલ્લામાં આઇસોલેશન વોર્ડ અને બેડ

હોસ્પિટલનું નામ બેડની સંખ્યા

સર ટી. હોસ્પટલ, ભાવનગર 70

બજરંગદાસ બાપા હોસ્પિટલ 05

એચસીજી હોસ્પિટલ, ભાવનગર 02

સમર્પણ હોસ્પિટલ, ભાવનગર 04

પુનિત નર્સિંગ હોમ, ભાવનગર 05

નિર્મલ ચિલ્ડ્રન હોસ્પિટલ 03

બિમ્સ હોસ્પિટલ, ભાવનગર 07

સૂચક હોસ્પિટલ, ભાવનગર 03

ક્રિષ્ના હોસ્પિટલ, ભાવનગર 03

દેસાઇ હોસ્પિટલ, ગારિયાધાર 01

હનુમંત હોસ્પિટલ, મહુવા 04

સદભાવના હોસ્પિટલ, કળસાર 11

સદવિચાર હોસ્પિટલ, પાલિતાણા 06

કષ્ટભંજન હોસ્પિટલ, સિહોર 02

નંદલાલ ભુતા હોસ્પિટલ, સિહોર 10

કુલ બેડની સંખ્યા 136

સફાઇ કામદારો સ્વયંભૂ સફાઇ કામગીરી કરશે

રવિવારે જનતા કર્ફ્યૂના દિવસે સવારે 6 વાગ્યે , બપોરે 12 કલાકે, બપોરેથી 6 વાગ્યા દરમિયાન સફાઇ કામદારો સેવાની ભાવનાથી સફાઇ કામગીરી કરશે તેમ સમસ્ત વાલ્મિકી જ્ઞાતિ સુધારક મંડળે જણાવ્યું છે.

એક દિવસ અગાઉથી જ શહેરમાં જનતા કર્ફ્યૂનું અમલીકરણ શરૂ થયું હોય તેવો માહોલ
અન્ય સમાચારો પણ છે...