તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરે રહેવાના આદેશ વચ્ચે શિક્ષકોને ઘરે ઘરે ફરી કોરોના સર્વેનો આદેશ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર ¿ એક તરફ ગુજરાતમાં તમામ જગ્યાએ ફરજ બજાવનારાને ભેગા ન થવા અને બહાર ન ફરવા તાકીદ કરાઈ છે ત્યારે ભાવનગર શહેરમાં નગયર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને ઘરે ઘરે ફરી કોરોના વાયરસ અંતર્ગત કામગીરી કરવા શાસનાધિકારીએ પરિપત્ર જાહેર કરતા શિક્ષકોમાં રોષની લાગણી પ્રસરી વળી છે ઘરે ઘરે ફરીને પત્રકો ભરવાના રહેશે. દરેક મુખ્ય શિક્ષક અન્ય શિક્ષકોએ રોજના 60 ઘરની મુલાકાત લઇને સર્વે કરવાનો રહેશે. જો કોઇ ઘરની મુલાકાતમાં વ્યક્તિ વિદેશથી પરત ફર્યો હોય તો તેની માહિતી તત્કાલ પહોંચતી કરવાની રહેશે. રોજે રોજના સર્વેની માહિતી વોર્ડ કે કેળવણી શાળાના મુખ્ય શિક્ષકે ગુગલ શીટમાં ભરવાની રહેશે. આ કામગીરી ત્રણ દિવસમાં પૂર્ણ કરવાની રહેશે.
અન્ય સમાચારો પણ છે...