તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેકટ : જિલ્લાભરના તીર્થસ્થાનો દર્શનાર્થીઓ માટે બંધ કરાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર ઃ ભાવનગર જિલ્લામાં આવેલ પવિત્ર તીર્થ સ્થાનોમાં કોરોના વાઇરસની મહામારીને લઇ સરકારની સુચના મુજબ, જ્યા દર્શનાર્થી અને ભાવિકોની ભીડ થાય તેવા મોટા તીર્થ સ્થાનો પર સાવચેતીના પગલા રૂપે બંધ કરવામાં આવેલ છે.

પાલીતાણા તીર્થ : જૈનોનું પવિત્ર યાત્રાધામ પાલીતાણા ખાતે જૈનો-અજૈનો સહિત લાખો લોકો યાત્રાએ તથા તિર્થની મુલાકાતે આવે છે ત્યારે હાલ કોરોના વાઇરસથી સર્જાઇ રહેલ પરિસ્થિિતને ધ્યાનમાં રાખી શેત્રુંજય ગિરિરાજ પર તમામ યાત્રિકોને દર્શન કરવા તેમજ યાત્રા ન કરવા આ.ક.પેઢી દ્વારા અપીલ કરાઇ છે.સરકાર તરફથી રાષ્ટ્રહીતમાં જાહેર કરાયેલ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને પેઢી દ્વારા યાત્રિકોને ગિરિરાજની યાત્રા કરવા તેમજ તળેટી એ દર્શન ન કરવા અપીલ કરાઇ છે અને દેરાસરોમાં તમામ ઉછામણી પણ બંધ કરી દેવામાં આવેલ છે. આ ઉપરાંત પેઢી સંચાલિત તમામ ધર્મશાળાઓ, ભોજનશાળાઓ, ભાતાખાતુ સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવેલ છે.

ગઢડા સ્વામીના મંદિર : ગઢડા (સ્વામિના) મુકામે આવેલા મુખ્ય સ્વામિનારાયણ જૂના મંદિર ખાતે હાલના સમય ની કોરોના વાયરસ ની તકેદારીના પગલે 31 માર્ચ સુધી દર્શન બંધ રાખવા નો નિર્ણય લેવામાં આવેલ છે. દૈનિક રસોડા અને ઉતારા વિભાગ પણ બંધ રહેશે. હરિભકતો એ ઓનલાઇન દર્શન સેવા નો લાભ લેવો.

રોહીશાળા : જ્યા રોજીંદા લોકો ફરવા તેમજ શેત્રુંજી નદીની આરતી કરવા આવતા હાલ તેમના માટે પણ તિર્થમાં પ્રતિબંધ જાહેર કરાયો છે અને સેવા-પુજા અને શેત્રુંજી નદીની આરતી રાબેતા મુજબ પુજારી દ્વારા કરવામાં આવશે.

કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર : તા.19 થી 31 સુધી યાત્રીકો માટે મંદિર દર્શન, યાત્રિક, ભોજનલાય, ગેસ્ટ હાઉસ, પાઠ વિધિ, ધાર્મિક સ્ટોર સહિત તમામ સેવાઓ બંધ કરવામાં આવેલ છે. મંદિરમાં નિત્ય પૂજન, આરતી નિયત સમયે થશે દર્શનાર્થીને પ્રવેશ અપાશે નહી.મંદિરની વેબસાઇટ www.salangpurthanumanji.com પરથી દર્શનનો આરતીનો લાભ લેવો.

બગદાણા ગુરૂઆશ્રમ : બગદાણા ગુરૂઆશ્રમ ખાતે અચોકકસ મુદત માટે મંદિર તેમજ અન્નક્ષેત્ર , ભોજન શાળા દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવેલ છે.

મોટા ગોપનાથ મંદીર : તળાજા તાલુકાના તીર્થધામ મોટા ગોપનાથજી શિવમંદિર તા.31-3 સુધી ભાવિકો માટે દર્શન બંધ રહેશે. આરતી, પુજા, સેવા ચાલુ રહેશે. સીતારામ બાપુએ દર્શનાર્થીને ઘરે રહી હરીસ્મરણ કરવા પ્રેરણા આપી છે.
અન્ય સમાચારો પણ છે...