તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છબરડો : ધો.12 સા.પ્ર.માં સંસ્કૃતનું પ્રશ્નપત્ર જૂની સ્ટાઇલ પ્રમાણે પૂછાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા.5 માર્ચથી આરંભાયેલી ધો.10 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આખરે આવતી કાલ તા.21 માર્ચને શનિવારે સમાપન થશે. આખરી દિવસ તા.21 માર્ચને શનિવારે ધો.12 સામાન્ય પ્રવાહમાં સવારે રાજ્યશાસ્ત્ર અને બપોરે સમાજશાસ્ત્ર વિષયના પેપર લેવામાં આવશે. દરમિયાનમાં આજે ધો.12માં સંસ્કૃત વિષયનું પેપર નવાને બદલે જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે પૂછાતા વિદ્યાર્થીઓએ અન્યાય થયાની લાગણી અનુભવી હતી.

ધો.12 સામાન્ય પ્રવાહની આજે સંસ્કૃત વિષયની પરીક્ષાના પેપરમાં આ વર્ષે બદલાયેલ પેપર સ્ટાઈલના બદલે અગાઉની જૂની પદ્ધતિથી પેપર પુછતાં હોશિયાર વિદ્યાર્થીને અન્યાય થયાની લાગણી અનુભવી હતી. બાકી આજના આ પેપરમાં મોટાભાગે સ્વાધ્યાયના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવતાં પાઠયપુસ્તકમાંથી તૈયારી કરનાર માટે સરળ રહ્યું હતુ તેમ વિષય નિષ્ણાત ચેતન બારૈયા અને ધવલ મહેતાઅે જણાવ્યું હતુ.

5 માર્ચથી આરંભાયેલી ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાનું આજે સમાપન
અન્ય સમાચારો પણ છે...