મહુવા પાલિકાનું બજેટ પાંચ મિનીટમાં જ મંજુર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુવા બ્યુરો| મહુવા નગરપાલીકાની જનરલ સભા મહુવા નગરપાલીકા સભાખંડમાં મળેલ. જનરલ સભાના તમામ એજન્ડા અને પ્રમુખ સ્થાનેથી રજુ થનાર એજન્ડા પૈકી માત્ર જરૂરી એવા બજેટના એજન્ડાને હાથ ઉપર લેવામાં આવેલ. બજેટ બેઠકમાં 29 સદસ્યો પૈકી શાસક પક્ષના 10 અને વિપક્ષના 3 સદસ્યો મળી કુલ 13 સદસ્યો હાજર રહ્યાં હતા. મહુવા પાલીકાનું કુલ રૂ. 84,81,93000 અને રૂ.17,69,77000ની પુરાંતવાળુ બજેટ સર્વાનુંમતે પસાર કરવામાં આવેલ હતું.
અન્ય સમાચારો પણ છે...