તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર જૈન સંઘ બનશે જરૂરીયાતમંદ જૈન પરિવારની સંકટ સમયની સાંકળ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ.પૂ.પ્રબોધચંદ્ર મહારાજની પ્રેરણાથી જરૂરીયાતમંદ લોકોને રોકડ તેમજ જીવન જરૂરીયાત વસ્તુની કીટ વિતરણ કરાશે

ભાવનગર | કોરોના વાઈરસને લીધે લોક આઉટના કારણે અનેક રોજમદારી કરતા અને જરૂરીયાતમંદ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ લોકોને મદદરૂપ બનવા જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા એ કરેલી પહેલને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રાર્થના જૈન મંડળ દ્વારા આર્થિક સહયોગ અને કીટ માટે કરાયેલી અપીલમાં કુલ 4000 કીટનું તથા આજે કુલ 1800 કિટનું વિતરણ કરાયેલ છે. ભાવનગર જૈન સંઘના દરેક ઉદારદિલ દાતાઓએ પોતાની શક્તિ પ્રમાણે 1 થી 100 કિટ સુધીના દાનનો લાભ લઈ આ ભગીરથ કાર્યમાં જોડાયા છે.

તેમજ ભાવનગરમાં વસતા જરૂરીયાતમંદ જૈન પરિવારોને રોકડ ભક્તિ આપવાનો પ્રયાસ પ.પૂ.વિજય પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મ.સાની પ્રેરણાથી કરવામાં આવ્યો છે. કોરોના વાઈરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં જરૂરીયાતમંદ સેવા સમાજના જૈન પરિવાર ગુલાબી અને પીળા કાર્ડ ધરાવતા લોકોને આર્થીક સહાય અને જરૂરીયાત વસ્તુની કીટ અર્પણ કરવામાં આવશે.

આ કિટ વિતરણ તા.2/4ને ગુરૂવારે સવારે 7 થી 10 કલાક દરમ્યાન કૃષ્ણનગર જૈન ઉપાશ્રય, કૃષ્ણનગર, ભાવનગર ખાતે વિતરણ કરવામાં આવશે. આ કિટમાં રૂા.100 પૂ.પ્રબોધદાદા ગુણાનુરાગી ગુરૂભક્તો તરફથી, રૂા.500 ભાવનગર જૈન સંઘ અને જીવન જરૂરીયાત વસ્તુની કીટ પ્રાર્થના હેલ્થ એન્ડ એજ્યુકેશન તરફથી આપવામાં
આવશે. શ્વેતામ્બર સમાજના ગુલાબી/પીળા કાર્ડ ધારકોને કૃષ્ણનગર ઉપાશ્રય ખાતેથી મળેવી લેવા
જણાવાયું છે.

કિટની સહાય કરનાર દાતાઓ

રૂા.1,00,000 હંસાબેન મનમોહનભાઈ તંબોળી

રૂા.2500 એક સદગૃહસ્થ

30 કનાડિયા ફાયર ફાયટર્સ

25 ચંદ્રાબેન શશીકાંતભાઈ વાધર

25 વરતેજ ઈન્ડસ્ટ્રીઝ એસોશીયેશન

10 મંજુલાબેન વિનયચંદ શાહ

10 કૈલાસબેન જસવંતરાય ગોળવાળા

10 હેતલબેન ભદ્રેશભાઈ

11 શ્રીમા સર્જીકલ હ.સુકેતુભાઈ શાહ

22 અમીત ચક્રવર્તી શર્મા

21 ખુશુભા મહાવિરસિંહ પરમાર (ત્રાપજ)

30 ગ્યાશુદ્દીન એસ.શૈખ (અંકલેશ્વર)

અન્ય સમાચારો પણ છે...