તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટર સાયકલ અથડાતા છરીથી હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા ભાવેશભાઇ વિક્રમભાઇ મકવાણા ઉપર મોટર સાયકલ અડી જવા જેવી સામાન્ય બાબતે તેઓ પર છરીના ઘા ઝિંકાતા તેઓને સારવાર્થે સર ટી.હોસ્પીટલમા ખસેડાયા હતા.

બનાવ અંગેની મળતી વિગતો મુજબ શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા ફરીયાદી ભાવેશભાઇ વિક્રમભાઇ મકવાણાએ બી.ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવાયું છે કે તેઓ તેમના પત્ની પિન્કીબેન સાથે મોટર સાયકલ લઇને ઘરે જતા હતા. તે વખતે તેમના ઘર નજીક ગલીમાં સંજય કાનજીભાઇ બારૈયા તથા કાનજીભાઇ બારૈયા અંદરો અંદર માથાકુટ કરતા હોય તે વખતે બાઇક કાનજીભાઇને અડી જતાં તેમણે ધકહેલ કે એ ય તુ બાડો છે. તેમ કહી ગાળો દેવા લાગતા તેમને ગાળો દેવાની ના પાડતા સંજયે તેની પાસે રહેલી છરી નો ઘા ભાવેશભાઇને મારી દીધેલ. તેમજ કાનજીભાઇ એ પણ તેના પાસે રહેલી છરીના બે ઘા મારી દેતા દેકારો થતા આજુબાજુના પાડોશીઓ લાભુભાઇ માધુભાઇ ચુડાસમા આવે ગયેલા. દરમિયાન અશ્વીન ઉર્ફે અઢી જગદીશભાઇ બાંભણીયા તેના ઘરેથી લાકડી લઇને આવી લાભુભાઇને મારેલ તે વખતે ભાવેશભાઇના પત્નિ પીન્કીબેને દેકારો કરતા આજુબાજુના

...અનુસંધાન પાના નં.08

અન્ય સમાચારો પણ છે...