વલભીપુરમાં લોકોની સલામતિ માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

22 મી માર્ચથી જ થી જનતા કર્ફ્યુથી શરુઆતથી 24 માર્ચની મધ્યરાતથી લાદવામાં આવેલ 21 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉનના આજે પાંચમા દિવસે વલભીપુર શહેર અને તાલુકાના લોકોને કોઇપણ પ્રકારની દુવિધા કે તકલીફ ન પડે તે માટે વલભીપુર ખાતે કાર્યરત સરકારી મિશન
ખડેપગે છે.

વલભીપુર શહેરમાં તા.21 માર્ચ થી લોકડાઉન કરી દેતા પરીણામે કોરોનાની આટલી મહામારી વચે વલભીપુર શહેરમાં અને ગામડાઓમા સુરતથી આવેલા લોકોએ પણ જાગ્રત રહેતા મોટાભાગના લોકોએ સરકારી દવાખાનામાં જઈ શારીરિક પરીક્ષણ કરાવતા હજુ સુધી કોઇ શંકાસ્પદ કેસ પણ નોધાયો નથી

જો કે માટે આરોગ્ય વિભાગની ટીમ સતત છેલ્લા 8 દિવસ થી જિલ્લાના પ્રવેશદ્વાર તેવા કેરીયાના ઢાળ પાસે જિલ્લા અને તાલુકામાં પ્રવેશ કરતા તમામ લોકોનું ચેકઅપ કર્યા બાદ પ્રવેશ વલભીપુર પોલીસ ચુસ્તપણે કાયદાનું પાલન કરાવી તેમજ નગરપાલિકાએ દવાનો છંટકાવ સાથે શાકમારકેટનું ખુલ્લી વિશાળ જગ્યામાં સ્થળાંતર સાથે સોશયલ ડીસ્ટન્સ માટેની લક્ષ્મણ રેખા બનાવી છે.

સરકારી હોસ્પીટલમાં સેનેટાઇઝેશન કરવા સાથે સ્વચ્છતા સાથે આવતા દર્દીઓ માટે સેઇફ ડીસ્ટન્સ એટલે કે ૧ મીટરના અંતરે દર્દી માટે વર્તુળ બનાવેલ છે.આ રીતે હાલમાં વલભીપુર પ્રશાસન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

પાલિકા દ્વારા દવાનો છંટકાવ, શાકમાર્કેટનું ખુલ્લી જગ્યામાં સ્થળાંતર સહિતના પગલા

અન્ય સમાચારો પણ છે...