અમદાવાદ બન્યું એપિસેન્ટર, 10 દિવસમાં જ 22 કેસ, 3 મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં કોરોના ભયાનક સ્તરે ફેલાયું છે. રવિવાર સુધીમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 68 થઈ ગઈ છે. તો અમદાવાદમાં 1 વ્યક્તિના મોત સાથે કુલ મૃત્યુઆંક 5 પર પહોંચી ગયો છે. સમગ્ર ગુજરાતની સરખામણીમાં અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર જેવું બની ગયું છે. કારણ કે છેલ્લા 10 દિવસમાં અહીં 22 પોઝિટિવ મળ્યા છે અને 3ના મોત પણ થઈ ચૂક્યા છે. રવિવારે રાજ્યમાં 13 નવા પોઝિટિવ કેસ મળ્યાં છે. રાહતની વાત એ છે કે રાજ્યમાં પહેલીવાર કોરોનાના બે દર્દી સાજા થઈને ઘરે પહોંચી ગયા છે અને 55ની હાલત અત્યાર સુધી સારી છે. માત્ર 2 દર્દી જ વેન્ટિલેટર પર છે. મોડી રાત્રીના અહેવાલ મુજબ ભાવનગર કલેક્ટર ગૌરાંગભાઈ મકવાણાએ કહ્યું છે કે 5 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. અગાઉ 6 કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

કચ્છ, રાજકોટ ગ્રામ્ય, મહેસાણા, ગિરસોમનાથ, પોરબંદર, ગાંધીનગર ગ્રામ્યમાં એવા લોકોને ચેપ લાગ્યો કે જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહોતી

કોરોનાનો ચેપ માત્ર શહેરો પૂરતો સિમિત ન રહેતાં ગ્રામીણ વિસ્તારોમાં પણ ફેલાવાની શક્યતા રહેલી છે. 63 કેસમાંથી ગીર સોમનાથમાં 2, કચ્છમાં 1, મહેસાણામાં 1 અને પોરબંદરમાં 1 કેસ નોંધાયાં છે. આ લોકો મહાનગરોમાં રહેતાં નથી, આ ઉપરાંત મોટાભાગના લોકોને ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાં છતાં સંક્રમણને કારણે લાગ્યો હોવાની શક્યતા રહેલી છે. ગીર સોમનાથના વેરાવળમાં ઉમરા કરીને સાઉદી અરેબિયાથી પરત આવેલા એક વ્યક્તિની પત્નીને પણ ચેપ લાગ્યો છે. મહેસાણામાં નોંધાયેલા કેસમાં તે વ્યક્તિને ગાંધીનગરના અશોક પટેલને કારણે ચેપ લાગ્યો હોવાની શક્યતા જોવાઇ રહી છે.

ક્યાં કેટલા લોકલ ચેપ

સ્રોત: ગુજરાત સરકારનું ડેશબોર્ડ, સાંજે 6 વાગ્યા સુધીનાં આંકડા

ગુજરાતમાં 5મું મોત, 24 કલાકમાં 13 નવા કેસ

ડરની વાત! રાજ્યમાં કોરોના હવે ગ્રામ્ય સ્તરે ફેલાવાનું શરૂ

ગુજરાતમાં કોરોના

રાજ્યમાં 68 પોઝિટિવમાંથી 55ની હાલત સુધારા પર

ભાવનગરમાં એક જ દિવસમાં 5 પોઝિટિવ કેસ

અત્યાર સુધી 68 પહોંચી પોઝિટિવ કેસોની સંખ્યા

રાજ્યમાં કુલ 5માંથી સૌથી વધુ 3 મોત અમદાવાદમાં

ગામડાઓ માટે હવે સમય વધુ સંવેદનશીલ

આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે હવે પછીનો સમયગાળો વધુ સંવેદનશીલ હોવાથી ગામડાઓમાં પણ ચેપ ફેલાય છે. લોકડાઉનનું પાલન ખૂબ જરૂરી છે જેથી શહેરોમાંથી ગામડાં તરફ જતાં લોકોને કારણે ત્યાં ચેપ ન ફેલાય.

ગુજરાતમાં 63 કેસમાં વિદેશના 31 કેસની સાથે લોકલ ટ્રાન્સમિશનના 28 અને આંતરરાજ્યના 4 કેસ છે. 5 મોતમાં પણ 2 લોકલ ટ્રાન્શમિશન અને 2 આંતર રાજ્યના કેસ છે.

શહેર કુલ કેસ લોકલ ચેપ

ગાંધીનગર 09 07

અમદાવાદ 22 08

રાજકોટ 09 06

સુરત 08 02

વડોદરા 09 03

ગિરસોમનાથ 02 01

પોરબંદર 01 01

જિલ્લો સેમ્પલ નવા પોઝિટિવ કુલ પોઝિટિવ મોત

અમદાવાદ 437 1 22 3

ગાંધીનગર 41 0 9 0

રાજકોટ 98 1 9 0

સુરત 129 1 8 1

વડોદરા 72 0 9 0

ભાવનગર 45 0 1 1

ગિરસોમનાથ 17 1 2 0

મહેસાણા 9 0 1 0

પોરબંદર 29 1 1 0

કચ્છ 20 0 1 0

કુલ 1202 5 63 5
અન્ય સમાચારો પણ છે...