તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરના જુદા જુદા વિસ્તારમાં ડ્રોનમાં કેદ થયેલ 11 સામે કાર્યવાહી કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર દેશમાં કોરોના વાઇરસને કારણે લોક ડાઉન હોય ભાવનગર પોલીસ દ્વારા આ લોક ડાઉનનુ કડક પાલન થાય અને કોઇ તેનો ભંગ ન કરે તે હેતુથી પોલીસ ડ્રોન કેમેરા દ્વારા શહેરના નાના નાના ગલી ખાંચામાં ઓટલે બેસી ઠઠ્ઠા મસકરી કરતા તથા શેરીઅોમાં ક્રિકેટ રમતા લોકો પર ચાપતી નજર રખાઇ હતી ત્યારે ડ્રોન કેમેરા દ્વારા જોતા શહેરના સાંઢીયાવાડ શાકમાર્કેટમાં કામ વગર મોટરસાઇકલનં GJ-04-DG-6008 લઇને આટા ટલ્લા મારતો ઇસમ મોહમ્મદરઝા શબ્બીરઅલી દેસાઇ (રહે શીશુવિહાર સર્કલ) તથા મામા કોઠા પાસે તેની મોટરસાઇકલ નં.GJ-04-CQ-7648 લઇને કામ વગર બહાર આટા ટલ્લા મારતો ઇસમ સાજીદ નીજામભાઇ પઠાણ (રહે વડવા માઢીયા ફળી) તથા પ્રભુદાસ તળાવ પાસે મોટરસાઇકલ લઇને કામ વગર બહાર નીકળેલ ઇસમ રાકેશ વલ્લભભાઇ શીયાળ તથા મામા કોઠાર રોડ પર કામ વગર નીકળેલ રાજુ ઉર્ફે મંત્રી જેન્તીભાઇ બારૈયા તથા અલકા પોલીસ ચોકી પાસે કારણ વગર અવન જવન કરતા સાહીલ સુલેમાનભાઇ ઢીમ (રહે ખારગેટ), સલીમ ગફારભાઇ બેલીમ (રહે મતવા ચોક), ઇરફાન ઇસ્માઇલભાઇ શેખ (રહે મતવા ચોક), અકીલ અહેમદભાઇ બેલીમ (રહે અમીપરા),પરવેજ ઉર્ફે પપ્પુ અકબરભાઇ બેલીમ (રહે મતવા ચોક) અને મોહસીન અલીભાઇ આરબ (રહે મતવા ચોક) મળી કુલ 11 ઇસમોને ડ્રોન કેમેરા દ્વારા પોલીસે ઝડપી લઇ તેના સામે જાહેરનામા ભંગ બદલ કલમ 188, 269 તથા 270 મુજબનો ગુન્હો દાખલ કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. જ્યારે ગારીયાધાર પોલીસ આજે ડ્રોન કેમેરા સાથે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ડ્રોન કેમેરામાં સુખનાથ મંદિર નવાગામ રોડ પાસે પાનની દુકાન શરૂ રાખનાર વેપારી દેખાતા પોલીસે તુરંત ત્યા જઇ દુકાન બંધ કરાવી વેપારી મુકેશભાઇ પોપટભાઇ પાળીયાદ્રા સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેર જિલ્લામાં દુકાન શરૂ રાખનાર 49 વેપારી સામે કાર્યવાહી

કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે સમગ્ર દેશમાં લોક ડાઉન જાહેર કરવામાં આવેલ છે જે અનુસંધાને ભાવનગર પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા તેનો ચુસ્ત પણે અમલ કરવા જીવન જરૂરી ચીજ વસ્તુઓ સિવાયની દુકાન શરૂ રાખનાર વેપારીઓ સામે પગલા લેવા સુચના અપાયેલ જેને અનુસંધાને શહેર તથા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસે પાન-માવાની દુકાન, ફરસાણની દુકાન, વગેરે કુલ 49 દુકાન શરૂ હોય તે દુકાનો બંધ કરાવી તેના વેપારી સામે જાહેરનામા ભંગ બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે તમામ ઇસમની અટકાયત કરી જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી
અન્ય સમાચારો પણ છે...