ભાવનગરમાં 390 વ્યક્તિહોમ કોરોન્ટાઈન રખાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેર અને જિલ્લામાં એક દર્દીના મોત બાદ આરોગ્ય વિભાગે વધુ સતર્કતા દાખવવાનો આરંભ કર્યો છે અને આજે એક જ દિવસમાં અન્ય જિલ્લા/રાજ્ય કે દેશમાંથી પરત ભાવનગર આવ્યાં હોય તેઓની વિગતે તપાસ કરી કુલ 390 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઇનમાં રાખ્યા છે. જેમાં મહાપાલિકા વિસ્તારમાં હાલમાં 337 વ્યક્તિઓને અને ગ્રામ્ય વિસ્તારમાં 53 વ્યક્તિઓને હોમ કોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યાં છે. જ્યારે સર ટી હોસ્પિટલના કોરોન્ટાઇન ફેસેલીટીમાં 29 વ્યક્તિઓને રાખવામાં આવ્યાં છે. તો મહાપાલિકાના 258 અને ગ્રામ્યના 110 વ્યક્તિઓએ 14 દિવસના હોમ કોરોન્ટાઇનનો સમયગાળો પૂર્ણ કર્યો છે.

આજે ભાવનગરની સર ટી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સાત દર્દીઓને શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યાં હતા જ્યારે અન્ય બે રીપોર્ટ પણ પેન્ડિંગ હતા આ મળી કુલ 9 રીપોર્ટ આવ્યા અને તે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આમ આજે કોઇ નવો પોઝિટીવ કેસ નોંધાયો ન હતો. હવે ભાવનગર મહાપાલિકા વિસ્તારના 2, ભાવનગર ગ્રામ્યના 3 અને એક દર્દી બોટાદનો મળી કુલ 6 કેસના રિપોર્ટ આવતી કાલ મંગળવારે આવશે.

ભાવનગર જિલ્લામાં અધેલાઇ, વલ્લભીપુર(કેરીયાનો ઢાળ), રંઘોળા ચોકડી, મોટા આસરણા ચોકડી, નાની વાડી ચોકડી અને માઢીયા ખાતે છેલ્લાં 9 દિવસમાં 32,111 મોટર કાર તથા 991 બસ/ટ્રકમાં કુલ મળી 1,67,346 મુસાફરોનું સ્ક્રિનીંગ આરોગ્ય વિભાગ એન પોલીસ દ્વારા કરાયું હતુ.

ભાવનગરમાં હવે અત્યંત ગંભીર તબક્કાનો આરંભ થયો હોય પૂર્ણપણે સાવચેતી જરૂરી છે.

આજે 21 કરિયાણાની દુકાનોને પાસ અપાયા

ભાવનગર જિલ્લામાં આજે કુલ 21 કરિયાણા ધારકોને તેમજ જુદી જુદી આવશ્યક સેવાઓ જેવી કે મેડિકલ ટીફીન સેવા, પશુ આહાર, ગેસ એજન્સી વિગેરેને લોક ડાઉનમાંથી મુક્તિના પાસે ઇસ્યુ કરવામાં આવ્યાં હતા.

સોમવારે એક પણ પોઝીટીવ કેસ ન નોંધાયો 368 વ્યક્તિઓના હોમ કોરોન્ટાઈન પૂર્ણ
અન્ય સમાચારો પણ છે...