બહારથી આવેલા 2500 નાગરિકોની તપાસ કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર ¿ ભારતના જુદા-જુદા શહેરોમાથી ભાવનગર ખાતે આવનારા નાગરિકોની સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવશે અને જો કોરોનાના લક્ષણો જણાશે તો તે નાગરિકને ક્વોરોન્ટાઈન કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલએ જણાવ્યું હતું કે દેશના અન્ય શહેરોમાથી રો-રો ફેરી, હવાઈ મુસાફરી, રેલ્વે, એસ.ટી. તથા ખાનગી બસ મારફતે આવેલ નાગરિકોની વિગતો મેળવવામાં આવી રહી છે. જેમાથી અત્યાર સુધીમાં 2500 નાગરિકોની યાદી ઉપલબ્ધ થઇ છે. આ દરમિયાન જો કોઈ સંદિગ્ધ નાગરિક જણાય તો તેને મેડિકલ ટીમ દ્વારા રૂબરૂ જઈ તપાસ કરાશે.
અન્ય સમાચારો પણ છે...