તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધદરિયે ભંગાવાની રાહમાં અલંગ નિકળેલા 13 જહાજ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસના સતત ફેલાવાને કારણે સમગ્ર વિશ્વના વ્યવસાયો ઉદ્યોગો ઠપ્પ થઇ ગયેલા છે. ભારતમાં પણ કોરના વાયરસ વધુ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે લોક ડાઉન નું આહવાન વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલું છે. લોક ડાઉનની પરિસ્થિતિ વચ્ચે અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં ભંગાવવા માટે આવેલા 13 જહાજો સરકારી મંજૂરીઓ ના રાહમાં મધદરીયે અટકેલા છે.

અલંગશિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવેલા જહાજોને આવશ્યક ચીજવસ્તુઓની શ્રેણીમાં રાખવામાં આવ્યા નથી. તેથી લોક ડાઉનની પરિસ્થિતિ વચ્ચે જીપીસીબી, કસ્ટમ સહિતના તંત્ર દ્વારા આવા જહાજોને મંજૂરીઓ આપવામાં આવી રહી નથી. તાજેતરમાં ત્રણ જહાજ સિંગાપોર પોર્ટથી ભંગાવા માટે આવેલા છે પરંતુ તેમાં ભારતીય ક્રૂ મેમ્બર શો હોવાથી આ તમામ જહાજોને એન્કરિંગ ની પરમિશન આપવામાં આવેલી છે જોકે કસ્ટમ અને જીપીસીબીની પ્રક્રિયાઓ તથા જીએમબીની પ્રક્રિયા હજુ બાકી છે.

મંજૂરીની રાહમાં મધદરીયે ઉભા રહેલા ત્રણ જહાજોમાં ફોરેનના ક્રૂ હોવા અંગેના પણ અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. ભારત સરકારના જુદા જુદા પરીપત્રો ના અનુસાર ભારતીય કોઈ પણ બંદર પર ફોરેન ક્રૂને મંજૂરી આપવામાં આવી રહી નથી તેથી આવા જહાજો અટવાઇ પડ્યા છે.

સરકારી તંત્રની બેધારી નીતિ હોય તે રીતે ભાવનગર બંદર પર 47હજાર ટન કોલસો લઈને આવેલું સિંગાપુરથી આવેલું જહાજ કામ કરી રહ્યું છે જ્યારે આગામી બે દિવસોમાં યુએઈથી લાઈમ સ્ટોનનું અને દક્ષિણ આફ્રિકાથી એક કોલસાનું જહાજ આવી રહ્યું છે આ બંને જહાજોમાં ફોરેનના ક્રૂ સામેલ છે. આવા માલવાહક જહાજમાંથી માલ ચડાવવાની ઉતારવાની લાઇટ ટ્રેજ પ્રક્રિયા દરમિયાન સ્થાનિક મજૂરો મોટી સંખ્યામાં સામેલ હોય છે ઉપરાંત કસ્ટમ્સની અેરાઇવલ ડિપાર્ચર ફોર્માલિટી તથા એજન્ટ, સર્વેયર સહિતના અનેક માણસો ફોરેન ક્રૂના સંપર્કમાં આવે છે. આ બાબત હાલની પરિસ્થિતિમાં અત્યંત જોખમી ગણી શકાય
તેમ છે.

પોળોના વાયરસને કાબૂમાં લેવા માટે આપવામાં આવેલા લાકડાના આહવાન બાદ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને બંધ કરાવવામાં આવ્યું છે તેવા અરસામાં અલંગમાં ભંગાવા માટે આવતા જહાજો પર પણ પ્રતિબંધ મૂકાવો આવશ્યક છે. સરકારી મંજૂરીની રાહમાં મધદરીયે અટકેલા તેર જહાજોના રેશન અને ઇંધણ ખાલી થઈ જશે તો વધુ એક મુશ્કેલીનો સરકારે સામનો કરવો પડી શકે છે. આવા સંજોગોમાં સરકાર દ્વારા અલંગમાં ભાંગવા માટે આવતા તમામ પ્રકારના જહાજો પર થોડો સમય રોક લગાવવાની આવશ્યકતા છે.

અન્ય સમાચારો પણ છે...