તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણેથા સરકારી દવાખાનામાં 1 વર્ષથી ડૉક્ટર જ નથી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા સ્થિત નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા એક વર્ષથી પણ વધુ સમય વીતી જવા છતાં હજુ કોઈ MBBS ડૉક્ટર સહિત આયુર્વેદિક ડૉક્ટર અને સ્ટાફ નર્સ સહિત અન્ય સ્ટાફની કમી વર્તાય રહી છે. જેમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. સત્વરે અહીં તબીબની નિમણૂંક કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

ઝઘડિયાના પાણેથાના સરકારી દવાખાના હેઠળ આવરી લેતા આદિવાસી વિસ્તારના ગામો અશા, પાણેથા, વેલુગામ, ઇન્દોર, વરાછા, નાના વાસણા, મોટા વાસણા, ઢૂંઢા, જરોઈ, બામલ્લા, ફિચવાડા, રાય સિંગપરા, વલી તથા નર્મદા જિલ્લાના ઉમરવા, નવા રજુવાડીયા, જુના રજુવાડીયા, રાજપરા, નાવરા સહીતના અનેક ગામોના લોકો અહીં સારવાર માટે આવતા હોય છે. અહીં આવતા લોકોને ડૉક્ટર સહિતના અન્ય કર્મચારીઓના અભાવે યોગ્ય સારવાર મળતી જ નથી. તેમને ઉમલ્લા અથવા ઝગડીયા, રાજપીપલાના સરકારી અથવા ખાનગી દવાખાનાનો સહારો લેવો પડે છે. બીજી તરફ અંદરના ગામોમાં રોડ રસ્તાના અભાવે 108 જેવી સુવિધા પણ ઉપલબ્ધ નહીં થતાં લોકો આરોગ્યની સુવિધાથી વંચિત રહી ગયા છે. ખાસ કરીને ગગર્ભા મહિલાઓને જીવના જોખમે પરિવારજનો દૂર સુધી સારવાર અર્થે લઈ જવા મજબૂર બન્યા છે.

ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે બનેલું આરોગ્ય કેન્દ્ર તબીબના અભાવે સોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યું છે. સિરાજુદ્દીન મલેક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો