તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Palej News Sandal Sharif39s Ceremony At Dargah Sharif Of Hazrat Syed Pardeshi Pir Bawa At Sarang Village 071654

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારીંગ ગામે હજરત સૈયદ પરદેશી પીર બાવાની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કરજણ તાલુકાના સારિંગ ગામની સીમમાં સુપ્રસિદ્ધ હજરત સૈયદ પરદેશી પીર બાવાની દરગાહ પર વાર્ષિક સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. શુક્રવારે મોડી સાંજે મજાર શરીફ પર ફુલ ચાદરો તથા ગિલાફ અર્પણ કરાયા હતા. સંદલ શરીફની વિધિ ગુલબર્ગા શરીફ (કર્ણાટક) સ્થિત સૈયદ મઝહરૂદ્દીન કાદરી ઉર્ફે મોહસીન બાવાના હસ્તે સંપન્ન કરાઇ હતી.

ત્યારબાદ સલાતો સલામનું પઠન કરાયું હતું તેમજ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે એ માટે દુઆ ગુજારવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી. સંદલ શરીફની વિધિ બાદ દરગાહ સંકુલમાં સંચાલકો દ્વારા
આયોજિત સામૂહિક ભોજનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ભાગ લીધો હતો. હજરત સૈયદ પરદેશી પીર બાવાની દરગાહ
પર સાંસરોદ સહિત આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ નિયમિત હાજરી આપી દર્શન કરતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો