રૂંઢ પાસે નદીમાંથી મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝઘડિયાના રૂંઢ ગામ પાસે શુક્રવારે નર્મદા નદીના ઓવારેથી પાણીમાં તરતી અજાણી મહિલાની વિકૃત હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મૃૃતદેહના માથા અને હાથના ભાગે તો કંકાલ જ દેખાતા હતાં. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી દફન કરી દીધી હતી.

રૂંઢ ગામના નર્મદા નદી કિનારે માછીમારને મહિલાની લાશ તરતી દેખાતા તેણે રાજપારડી પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે આવી પહોંચીને મૃતદેહ નદીના પાણીમાંથી બહાર કાઢ્યો હતો. પાણીમાં ડૂબી જવાના કારણે મૃતદેહ ડિકમ્પોઝ થઇ ગયો હતો.હાથ અને માથાના ભાગે કંકાલ પણ દેખાઇ રહ્યા હતાં.

પોલીસે મૃતદેહનું સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરાવી નદી કિનારે ખાડો ખોદી દફનાવી દેવામાં આવ્યો હતો. આ મહિલાની મૃતદેહ પાણીમાં ક્યાંથી તરીને આવ્યો છે. કોઈ મહિલા ગુમ થયાની ફરિયાદ નોંધાઇ છે કે કેમ તેની રાજપારડી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

લાશનું સ્થળ પર પીએમ કરાવી દફનાવી દીધી

અન્ય સમાચારો પણ છે...