બાવાગોરની દરગાહે ચશ્માની વિધિ સાથે ભવ્ય મેળો યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝગડિયા તાલુકાના રતનપુર ગામ પાસે આવેલી સુપ્રસિદ્ધ હજરત બાવાગોર દાદાની દરગાહ શરીફે ગુરૂવારે દરગાહનો ચશ્મો (પાણીનો કુંડ) ચઢાવવાની વિધિ યોજાયી હતી. વડોદરા શહેરના હજરત કમાલુદ્દીનબાવા સાહેબ તેમજ અત્રેના ગાદીપતિ હજરત જાનુબાપુના હસ્તે પરંપરાગત ફુલ, ધાણી, નાળિયેરથી વધાવવામાં આવ્યો હતો. દરગાહ શરીફ ખાતે ચશ્મો વધાવવાની ધાર્મિક વિધિમાં સેંકડો હિંદુ-મુસ્લિમ શ્રધ્ધાળુઓ ઉમટી પડતા ભવ્ય મેળાનો માહોલ સર્જાયો હતો.

બાવાગોરની દરગાહ શરીફે આ ચશ્મો અંદાજે 800 વષઁથી બાવાગોર દાદાના સમયથી મોજુદ હોવાની માન્યતા છે. ચોમાસામાં ભાદરવા માસના છેલ્લા ગુરૂવારે ચશ્મો વધાવવાનો ધાર્મિક વિધી અહીં યોજાય છે. ચશ્માના કાર્યક્રમના ભાગરૂપે દરગાહ શરીફ પાસે પહાડ નીચે આજરોજ ભવ્ય મેળો યોજાયો હતો. ...અનુસંધાન પાના નં.2

મેળામાં ગુજરાત ભરના વિવિધ શહેરોમાંથી હિંદુ -મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. કોમી એકતાના વાતાવરણ વચ્ચે હજરત બાવાગોર દાદાની દરગાહના દશઁન કરીને લોકોએ પોતાની મનોકામન પુર્ણ કરવા દુઆઓ ગુજારી હતી.

રતનપુર ગામ પાસેના પહાડ પર આવેલી સુપ્રસિદ્ધ હજરત બાવાગોર દાદાની દરગાહ હિંદુ અને મુસ્લિમ શ્રદ્ધાળુઓમાં વર્ષોથી આસ્થાનું કેન્દ્ર બની ચુકી છે. અત્રેની દરગાહ ખાતે દર ગુરૂવારે ભુતપ્રેત મેલીવિદ્યા, વળગાડ વાળી વ્યકતિઓનો જમેલો જામે છે. આવી અસરગ્રસ્ત વ્યક્તિઓ દરગાહ શરીફથી શીફાઓ મેળવે છે. દરગાહ ચશ્મો વધાવવાની ધાર્મિક વિધિમાં હિંદુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાતા દરગાહ શરીફના પટાંગણમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. દરગાહ શરીફના ટ્રસ્ટી જાનુમિયા સિદી, ઇસ્માઇલ સિતપોણ વાળા, રતનપુરના ઝાકીર મલેક તેમજ વ્યવસ્થાપક યાસીન સિદી અને ગામલોકોએ કાર્યક્રમને સફળ બનાવવા ઝહેમત ઉઠાવી હતી.

ઝગડિયા તાલુકાના રતનપુર ગામ પાસે આવેલી સુપ્રસિદ્ધ હજરત બાવાગોર દાદાની દરગાહ શરીફે ગુરૂવારે દરગાહનો ચશ્મો (પાણીનો કુંડ) ચઢાવવાની વિધિ યોજાયી હતી. ફારૂક ખત્રી

અન્ય સમાચારો પણ છે...