અમેરિકા / ટ્રમ્પ-ક્લિન્ટનના માનીતા ગણાતા અબજોપતિ પર દેહવેપાર માટે સગીરાઓની તસ્કરીનો આરોપ

જેફ્રી એપસ્ટીન
જેફ્રી એપસ્ટીન

  • એપસ્ટીન પર 2002થી 2005 સુધી સગીરોના યૌન શોષણનો આરોપ
  • કોર્ટે જામીન અરજી ફગાવી, 15 જુલાઇ સુધી ન્યાયિક કસ્ટડીનો આદેશ આપ્યો

Divyabhaskar.com

Jul 09, 2019, 06:59 PM IST

ન્યૂયોર્ક: અમેરિકાના પ્રસિદ્ધ ફાઇનાન્સર જેફ્રી એપસ્ટીન પર દેહવેપાર માટે સગીરાઓની તસ્કરીનો આરોપ લાગ્યો છે. કોર્ટના પેપર પ્રમાણે એપસ્ટીનના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન અને બ્રિટનના પ્રિંસ એન્ડ્ર્યુ સહિતા ઘણા રાજનેતાઓ સાથે ઘનિષ્ઠ સંબંધો રહ્યાં છે. જોકે આરોપમાં કોઇ પણ નેતાના નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. એપસ્ટીને આરોપોથી ઇનકાર કર્યો છે. કોર્ટે સોમવારે તેની જામીન અરજી ફગાવી દીધી હતી.

એપસ્ટીન પર આરોપ છે કે તે ન્યૂયોર્ક અને ફ્લોરિડા સ્થિત તેના ઘરમાં 14 વર્ષની કેટલીય છોકરીઓને રહેવાનું લાલચ આપતો હતો. ત્યારબાદ સગીરાઓને શારિરીક સંબંધના બદલામાં ચૂકવણી કરી તેમનું શોષણ કરતો હતો. સેક્સ ટ્રાફિકીંગના મામલાને લઇને એપસ્ટીને અમેરિકી મેજીસ્ટ્રેટ હેન્રી પિટમેન સમક્ષ દલીલ રજૂ કરી. એપસ્ટીન જો દોષિત સાબિત થશે તો તેને 45 વર્ષ સુધીની જેલ થઇ શકે છે.

અમેરિકી એટર્નીએ કહ્યું- આ વ્યવહાર હચમચાવી દે છે

મેનહટ્ટનની ફેડરલ કોર્ટમાં 66 વર્ષીય એપસ્ટીન પર આરોપ લાગ્યો છે કે 2002થી 2005 સુધી તેના ઘરમાં નગ્ન મસાજ અને શારીરિક સંબંધ બનાવવા માટે સગીર છોકરીઓને તે પોતાના ઘરે રાખતો હતો. અમેરિકી એટર્નીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'તેમનો કથિત વ્યવહાર અંતરાત્માને હચમાચવી દે છે. તેમના પર લાગેલા આરોપ ઘણા વર્ષ જૂના છે પરંતુ તે પીડિતાઓ માટે ઘમું મહત્વ રાખે છે જે હવે જવાન થઇ ગઇ છે. '

X
જેફ્રી એપસ્ટીનજેફ્રી એપસ્ટીન

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી