શેરબજાર / સેન્સેક્સ 289 અંકના ઘટાડા સાથે 39452 પર, નિફ્ટી 91 અંક નીચે 11,823 પર બંધ

Sensex down 289 points, to 39452, Nifty closed 91 points below 91 points

  • જેટ એરવેઝનો શેર 12% ઘટ્યો, 2 દિવસમાં 29% ઘટાડો આવ્યો
  • ઈન્ડસઈન્ડ બેન્ક, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સનો શેર 45-4.5 ટકા નુકસાનમાં રહ્યો

Divyabhaskar.com

Jun 14, 2019, 04:38 PM IST

મુંબઈઃ શેરબજાર સપ્તાહના છેલ્લા દિવસે નુકસાનમાં રહ્યું હતું. સેન્સેક્સ 289.29 અંકના ઘટાડા સાથે 39,452.07 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન તે 39,363.45 સુધી ઘટ્યો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 90.75 અંક નીચે 11,823.30 પર થયું હતું. ઈન્ટ્રા-ડેમાં તે 11,797.70ના સુધી નીચેના સ્તરે પહોંચ્યો હતો.

એનએસઈ પર રિઅલિટી ઈન્ડેક્સમાં 2.5% ઘટાડો

સેન્સેક્સના 30માંથી 25 અને નિફ્ટીના 50માંથી 42 શેર ઘટાડા સાથે બંધ થયા હતા. એનએસઈના તમામ 11 સેક્ટર ઈન્ડેક્સ નુકસાનમાં રહ્યાં. રિઅલિટી ઈન્ડેક્સમાં સૌથી વધુ 2.5 ટકા ઘટાડો આવ્યો.

નિફ્ટીના ટોપ-5 લુઝર

શેર ઘટાડો
ઈન્ડસઈન્ડ બેન્ક 4.59%
ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ 4.53%
ઝી એન્ટરટેન્ટમેન્ટ 4.50%
ભારતી એરટેલ 2.75%
આયશર મોટર્સ 2.54%

નિફ્ટીના ટોપ-5 ગેનર

શેર વધારો
ઈન્ફ્રાટેલ 1.53%
લાર્સન એન્ડ ટુબ્રો 0.62%
સન ફાર્મા 0.50%
પાવર ગ્રીડ 0.39%
અદાણી પોર્ટ્સ 0.28%

એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે ક્રૂડની કિંમતમાં તેજી આવવા, અમેરિકા-ચીનની વચ્ચે વેપાર વાર્તાને લઈને અનિશ્ચિતતા અને વિદેશ બજારોની નબળાઈથી ભારતીય બજારમાં વેચવાલીનું દબાણ રહ્યું.

X
Sensex down 289 points, to 39452, Nifty closed 91 points below 91 points
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી