શેરબજાર / સેન્સેક્સમાં નીચેના સ્તરથી 280 અંકની રિકવરી, યસ બેન્કનો શેર 13% ઘટ્યો

The recovery of 280 points from the following levels in the Sensex, Yes Bank's share declined by 13%

  • સેન્સેક્સ 15 અંક નીચે 39741 પર બંધ, કારોબાર દરમિયાન 295 અંક ઘટ્યો
  • જેટ એરવેઝનો શેર 17 ટકા નુકસાનમાં રહ્યો, ઈન્ટ્રા-ડેમાં 23 ટકા સુધી ઘટડો આવ્યો હતો

Divyabhaskar.com

Jun 14, 2019, 04:46 PM IST

મુંબઈઃ શેરબજારમાં ગુરૂવારે નીચેના સ્તરેથી જોરદાર રિકવરી થઈ છે. સેન્સેક્સ ઈન્ટ્રા-ડેમાં 295 અંક વધીને 39,461.27ના સ્તર પર આવી ગયો હતો. ક્લોઝિંગ 15.45 અંક નીચે 39,741.36 પર થયું હતું. એટલે નીચલા સ્તરથી 280 અંકની રિકવરી આવી છે. નિફ્ટીએ 7.85 અંકના વધારા સાથે 11,914.05 પર કારોબાર ખત્મ કર્યો. ઈન્ટ્રા-ડેમાં તે 89 અંક ઘટીને 11,817.05ના નીચલા સ્તર સુધી આવી ગયો હતો. એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે અમેરિકા-ચીનની વચ્ચેની બિઝનેસ ડિલને લઈને અનિશ્ચિતતાના માહોલના કારણે વિશ્વભરના બજારમાં દબાણ જોવા મળી રહ્યું છે. ભારતીય બજાર પર પણ તેની અસર થઈ છે.

ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં 5 ટકા ઘટાડો

સેન્સેક્સના 30માંથી 17 અને નિફ્ટીના 50માંથી 24 શેર ઘટાડા સાથે બંધ થયા હતા. યસ બેન્કના શેર 13 ટકા નુકસાનમાં રહ્યાં. રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા યસ બેન્કના રેટિંગને ડાઉનગ્રેડ કરવામાં આવે તેવી શકયતા છે. એજન્સીએ બેન્કને અન્ડર રિવ્યુ કેટેગરીમાં મૂકી દીધી છે. આ કારણે શેરમાં વેચવાલી થઈ છે. ઈન્ડસઈન્ડ બેન્ક 5 ટકા નીચે બંધ થયો છે. એનએસઈ પર 11માંથી 7 સેક્ટર ઈન્ડેક્સ નુકસાનમાં રહ્યાં. પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં સૌથી વધુ 1 ટકા ઘટાડો આવ્યો. બીજી તરફ મીડિયા ઈન્ડેક્સ 1.15 ટકા વધારામાં રહ્યો.

જેટ એરવેઝના શેરમાં ફ્યુચર એન્ડ ઓપ્શન સેગમેન્ટમાં ટ્રેડિંગ બંધ થશે

બીએસઈ અને એનએસઈએ બુધવારે કહ્યું કે જેટ એરવેઝના શેરમાં 28 જૂનથી ફ્યુચર એન્ડ ઓપ્શન સેગમેન્ટમાં ટ્રેડિંગ બંધ કરવામાં આવશે. આ કારણે શેરમાં ઘટાડો આવ્યો છે. બીએસઈ પર શેર 17 ટકા અને એનએસઈ પર 18 ટકા ઘટાડા સાથે બંધ થયો હતો. ઈન્ટ્રા-ડેમાં તે 23 ટકા ઘટ્યો હતો.

X
The recovery of 280 points from the following levels in the Sensex, Yes Bank's share declined by 13%
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી