સુરત / પ્રોડક્શન લોસની સ્થિતિ, બ્લ્યૂ સ્ટાર ડાયમંડ કંપનીમાંથી 120 રત્નકલાકારોને છૂટા કરાયા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • 86 કંપનીઓએ અનેકને છૂટા કર્યાની રત્નકલાકાર સંઘમાં ફરિયાદ નોંધાઈ

Divyabhaskar.com

Jun 13, 2019, 09:48 AM IST

સુરતઃ ડાયમંડ ઉદ્યોગમાં ચાલી રહેલી પ્રોડક્શન લોસની સ્થિતિના કારણે રત્નકલાકારોની રોજગારી પર તવાઈ આવી છે. વધુ પ્રોડક્શનની માગણી પૂર્ણ નહીં થતાં કારીગરોને છૂટા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન એકે રોડની બ્લ્યૂ સ્ટાર ડાયમંડના 120 જેટલા રત્નકલાકારોને છૂટા કરી દેવાયા છે.

40 જેટલો પગાર ચૂકવવાનો બાકી

સુરત રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાના જણાવ્યાનુસાર, બ્લ્યૂ સ્ટાર ડાયમંડે 120 રત્નકલાકારોને છૂટા કર્યા છે, પણ પગાર ચૂકવાયો નહીં હોવાની ફરિયાદ લઈને 65 રત્નકલાકારો બુધવારે રત્નકલાકાર સંઘની ઓફિસે ધસી આવ્યા હતા. જેઓને 2500 કેરેટ માલ તૈયાર કરવાનું સૂચન કરાયું હતું. જેની સામે 1000 કેરેટ હીરાનો માલ તૈયાર કરાતાં 120 જેટલા રત્નકલાકારોને છૂટા કરી દેવાયા હોવાનું રત્નકલાકારોએ જણાવ્યું હતું. સમાધાનના પ્રયત્નો ચાલુ છે, રત્નકલાકારોનો 60 ટકા જેટલો પગાર ચૂકવી દેવાયો છે. આગામી દિવસોમાં જૂન મહિનાનો પગાર પણ ચૂકવી દેવા બ્લ્યૂ સ્ટાર ડાયમંડ દ્વારા બાંયધરી અપાઇ છે. રત્નકલાકાર સંઘે વધુમાં કહ્યું હતું કે, હીરાકંપનીઓ હજુ પણ અઠવાડિયામાં બે દિવસ રત્નકલાકારોને રજા આપવામાં આવી રહી હોવાની મૌખિક ફરિયાદ મળી રહી છે.

મે માસમાં 14, જૂનમાં 72 કંપની સામે ફરિયાદ

રત્નકલાકાર સંઘના જયસુખ ગજેરાના જણાવ્યાનુસાર, મે માસમાં 14 જ્યારે જૂન માસમાં 72 કંપનીઓ સામે ફરિયાદ રત્નકલાકારો દ્વારા નોંધાવાઇ છે. તે સિવાય ઘણી કંપનીઓ છે જેમાં રત્નકલાકારોને છૂટા કરાયા હોય પણ ફરિયાદ આવી ન હોય. દિવાળી પછી કુલ 780 રત્નકલાકારોની નોકરી ગઈ હોવાની ફરિયાદ ચોપડે નોંધાઈ છે. જે આંકડો બમણા કરતાં વધુ હોવાની આશંકા છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી