બાઉન્ડ્રી પર ફિલ્ડરને માત આપી બે રન ચોરનાર ધોનીને કોહલીએ 'પાર્ટનર ઈન ક્રાઇમ' કહ્યો
Thu, 21 Nov
1/20

ક્રિકેટ / બાઉન્ડ્રી પર ફિલ્ડરને માત આપી બે રન ચોરનાર ધોનીને કોહલીએ 'પાર્ટનર ઈન ક્રાઇમ' કહ્યો

ભારતની વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રણ T-20 અને ત્રણ વનડે માટેની ટીમ જાહેર થાય તે પહેલા વિરાટ કોહલીએ પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથેનો એક ફોટો ટ્વીટ કર્યો હતો. કોહલીએ ટ્વિટર પર આ પોસ્ટ કરતા લખ્યું હતું કે,પાર્ટનર ઈન ક્રાઇમ, ક્રાઇમ: બાઉન્ડ્રી પર ફિલ્ડરને માત આપી બે રન ચોરનાર સાથી.આ ફોટોમાં ધોનીની બેક સાઈડ દેખાય છે અને કોહલીએ બધાને પૂછ્યું છે કે ઓળખો આ કોણ છે?
Read More
સંસદમાં સીટ બદલી દેવાતા સંજય રાઉત નારાજ, વૈંકૈયા નાયડૂને પત્ર લખ્યો
Thu, 21 Nov
2/20

શિવસેના / સંસદમાં સીટ બદલી દેવાતા સંજય રાઉત નારાજ, વૈંકૈયા નાયડૂને પત્ર લખ્યો

શિવસેના સાંસદ સંજય રાઉતે રાજ્યસભા ચેમ્બરમાં તેમની જગ્યા બદલી દેવાતા નારાજગી જાહેર કરી છે. રાજ્યસભાના ચેરમેન એમ.વૈંકૈયા નાયડૂને પત્ર લખીને કહ્યું છે કે આ નિર્ણય જાણી જોઇને શિવસેનાની ભાવનાને આઘાત પહોંચાડવા અને પાર્ટીનો અવાજ દબાવવા માટે લેવામાં આવ્યો છે. તેમણે લખ્યું છે કે આ બિનજરૂરી નિર્ણયના કારણો પણ હું સમજી શકતો નથી.
Read More
અમારા એક પાડોશી દેશનું નામ પાકિસ્તાન છે, પરંતુ તેની હરકતો નાપાકઃ રાજનાથ  
Thu, 21 Nov
3/20

સિંગાપુર / અમારા એક પાડોશી દેશનું નામ પાકિસ્તાન છે, પરંતુ તેની હરકતો નાપાકઃ રાજનાથ  

બે દિવસીય યાત્રા પર સિંગાપુર પહોંચેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંગળવારે પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, અમારો એક પાડોશી દેશ પાકિસ્તાન છે. પરંતુ તેની હરકતો તેના નામની વિપરીત નાપાક છે. જો કે, તે દેશ આ રીતે વધારે દિવસ સુધી સલામત રહી નહી શકે. સિંગાપુર પ્રવાસ પર રાજનાથે મંગળવારે સુપર પ્યૂમા હેલિકોપ્ટરમાં ઉડાન ભરી હતી.
Read More
ડિંડોલી બ્રિજ પર સિટી બસે બાઈકને અડફેટે લીધી, એક જ પરિવારના પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત
Thu, 21 Nov
4/20

સુરત / ડિંડોલી બ્રિજ પર સિટી બસે બાઈકને અડફેટે લીધી, એક જ પરિવારના પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત

શહેરમાં ફરી એકવાર સિટી બસે ત્રણનો ભોગ લીધો છે.ડિંડોલી બ્રિજ પર સિટી બસે એક બાઈક પર સવાર ત્રણ વિદ્યાર્થી સહિત ચારને અડફેટે લીધા હતા. જેને પગલે એક જ પરિવારના પિતા,પુત્ર અને ભત્રીજાના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ત્રણ વિદ્યાર્થીને સ્કૂલે મૂકવા જતા હતા.મૂળ મહારાષ્ટ્રના વતની યશવંતભાઈ પોનીકર એજન ખાતે પરિવાર સાથે રહેતા હતા

Read More
બાળકોને વીડિયો ગેમની લત ન લાગે, સરાકારે 10થી સવારે 8 વાગ્યા સુધી રમવા પર પ્રતિબંધ લગાવ્યો
Thu, 21 Nov
5/20

ચીન / બાળકોને વીડિયો ગેમની લત ન લાગે, સરાકારે 10થી સવારે 8 વાગ્યા સુધી રમવા પર પ્રતિબંધ લગાવ્યો

ચીન સરકારે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના વીડિયો ગેમ રમવા પર આંશિક પ્રતિબંધની જાહેરાત કરી છે. સરકારનું કહેવું છે કે વીડિયો ગેમના કારણે બાળકોના શારિરીક અને માનસિક વિકાસમાં અડચણ સર્જાય છે, આ કારણે તેમના રમવાના સમયને સીમિત કરવો જરૂરી છે. ચીનના નેશનલ પ્રેસ એન્ડ પબ્લિકેશન એડમિનિસ્ટ્રેશને હાલમાં જ આ નિયમોનું લિસ્ટ જાહેર કર્યુ.
Read More
વેસ્ટ ઇન્ડિઝ સામેની T-20 અને વનડે સીરિઝ માટે ભારતીય ટીમની આવતીકાલે જાહેરાત થશે
Thu, 21 Nov
6/20

ક્રિકેટ / વેસ્ટ ઇન્ડિઝ સામેની T-20 અને વનડે સીરિઝ માટે ભારતીય ટીમની આવતીકાલે જાહેરાત થશે

એમએસકે પ્રસાદના નેતૃત્વમાં સિલેક્શન કમિટી આવતીકાલે કોલકાતામાં વેસ્ટ ઇન્ડિઝ સામેની 3 T-20 અને વનડે સીરિઝ માટે ટીમ પસંદ કરશે. પ્રસાદના નેતૃત્વ વાળી કમિટીનું આ સિલેક્ટર્સ તરીકે અંતિમ સિલેક્શન હોય તે લગભગ નક્કી છે. બીસીસીઆઈની એન્યુલ જનરલ મિટિંગ 1 ડિસેમ્બરના રોજ થવાની છે, તેથી એક નવી સિલેક્શન કમિટી જલ્દી જોવા મળી શકે છે.
Read More
કોંગ્રેસ ધારાસભ્યએ સ્પીકરને ફ્લાઈંગ કિસ આપી, કહ્યું-  સવાલ પુછવાની તક આપવા બદલ ધન્યવાદ આપ્યા
Thu, 21 Nov
7/20

ઓડિશા / કોંગ્રેસ ધારાસભ્યએ સ્પીકરને ફ્લાઈંગ કિસ આપી, કહ્યું-  સવાલ પુછવાની તક આપવા બદલ ધન્યવાદ આપ્યા

ઓડિશા વિધાનસભાનું શિયાળું સત્ર 13 નવેમ્બરથી ચાલી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય તારાપ્રસાદ બાહિનિપતિએ મંગળવારે સવાલ પુછવાની તક મળતાની સાથે જ સ્પીકર એસએન પાત્રો તરફ ફલાઈંગ કિસ ઉછાળી હતી. તેમની આ હરકત બાદ સમગ્ર વિધાનસભા હસવા લાગી. ધારાસભ્યોએ આ બાબતે વિરોધ પણ દર્શાવ્યો હતો. બાહિનીપતિએ કહ્યું કે મારો ઈરાદો સ્પીકરને અપમાનિત કરવાનો ન હતો.
Read More
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિશ્વની છઠ્ઠી મોટી એનર્જી કંપની બની, માર્કેટ કેપમાં બ્રિટિશ પેટ્રોલિયમ કંપનીથી પણ આગળ
Thu, 21 Nov
8/20

વેલ્યુએશન / રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિશ્વની છઠ્ઠી મોટી એનર્જી કંપની બની, માર્કેટ કેપમાં બ્રિટિશ પેટ્રોલિયમ કંપનીથી પણ આગળ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી(RIL) એનર્જી સેકટરમાં વિશ્વની અગ્રણી કંપનીઓના એલીટ કલબમાં સામેલ થઈ ગઈ છે. આરઆઈએલ હવે વિશ્વની છઠ્ઠી મોટી લિસ્ટેડ ઓઈલ કંપની છે. રિલાયન્સે માર્કેટ કેપમાં મંગળવારે બ્રિટિશ કંપની બ્રિટિશ પ્રેટ્રોલિયમ(BP)ને પાછળ પાડી છે. રિલાયન્સની હાલની માર્કેટ કેપ 138 અબજ ડોલર(9.90 લાખ કરોડ રૂપિયા) છે. બીપીની 132 અબજ ડોલર છે. પ્રથમ નંબર પર અમેરિકાની એક્સોન મોબિલ છે.
Read More
 NRC પર શાહની જાહેરાત- કોઇને ડરવાની જરૂર નથી, તેને સમગ્ર દેશમાં લાગૂ કરીશું
Thu, 21 Nov
9/20

રાજ્યસભા /  NRC પર શાહની જાહેરાત- કોઇને ડરવાની જરૂર નથી, તેને સમગ્ર દેશમાં લાગૂ કરીશું

રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે NRC મુદ્દા પર વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો. સાંસદોના સવાલોનો જવાબ આપતા તેમણે કહ્યું કે તેનાથી કોઇ ધર્મને ડરવાની જરૂર નથી. મોટી જાહેરાત કરતા શાહે કહ્યું કે NRC ના આધાર પર નાગરિકતાની ઓળખ સુનિશ્વિત કરવામાં આવશે અને તેને સમગ્ર દેશમા લાગૂ કરવામાં આવશે. તેમણે ધર્મના આધાર પર NRCમાં ભેદભાવ કરવાની આશાંકને નકારી દીધી હતી.

Read More
ઈરાનથી આયાત કરાઈ છતા કરાચીમાં ટમેટાંનો ભાવ 400 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો
Thu, 21 Nov
10/20

પાકિસ્તાન / ઈરાનથી આયાત કરાઈ છતા કરાચીમાં ટમેટાંનો ભાવ 400 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો

પાકિસ્તાનના કરાચી શહેરમાં ટમેટાંનો ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચ્યો છે. સોમવારે અહીં ટમેટાંનો ભાવ 300-320 રૂપિયા પ્રતિ કિલો હતો જે મંગળવારે 400 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે. ઈરાનથી ટમેટાં મંગાવ્યા બાદ પણ ભાવના ઘટાડામાં કોઇ ફેર નથી પડી રહ્યો. સ્થાનિક અખબાર પ્રમાણે અમુક સંગ્રહખોરો વધારે નફો મેળવવા માટે ભાવવધારો કરી રહ્યા છે.
Read More
દરોડામાં આ વર્ષે જપ્ત રકમમાં 2000ની નોટોનો માત્ર 43 ટકા હિસ્સો, 2 વર્ષ પહેલા 68 ટકા હતો
Thu, 21 Nov
11/20

ઈન્કમ ટેક્સ / દરોડામાં આ વર્ષે જપ્ત રકમમાં 2000ની નોટોનો માત્ર 43 ટકા હિસ્સો, 2 વર્ષ પહેલા 68 ટકા હતો

સરકારના જણાવ્યા મુજબ ઈન્કમ ટેક્સની રેડમાં જપ્ત રકમમાં 2000ની નોટોનો હિસ્સો ઘટી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2017-18માં ઈન્કમ ટેક્સની રેડમાં મળેલી રકમમાં 67.9 ટકા મુદ્રા 2000ની નોટના રૂપમાં હતી. 2018-19માં આ આંકડો 65.9 ટકા અને ચાલુ નાણાંકીય વર્ષ(2019-20)માં અત્યાર સુધીમાં 43.2 ટકા રહ્યો છે.

Read More
લગ્ન સમયે દીકરીના પિતા ચિંતા છોડે, ઝીક્સ ગ્રુપને કંકોત્રી મોકલો, યુવાઓ જમણવાર માટે ફ્રીમાં શાકભાજી ઘરે પહોંચાડશે
Thu, 21 Nov
12/20

રાજકોટ / લગ્ન સમયે દીકરીના પિતા ચિંતા છોડે, ઝીક્સ ગ્રુપને કંકોત્રી મોકલો, યુવાઓ જમણવાર માટે ફ્રીમાં શાકભાજી ઘરે પહોંચાડશે

રાજકોટમાં સેવાભાવી યુવાનોએ ઝીક્સ ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપના યુવાનો જે પિતાને દીકરીના લગ્ન હોય તેના જમણવાર માટેનું શાકભાજી વિનામૂલ્યે તેના ઘરે પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. આ ગ્રુપનો હેતુ દીકરીના પિતાની જવાબદારીને ઓછી કરવાનો છે. આ ગ્રુપના સભ્યોને વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ મારફત સંપર્ક કરી કંકોત્રી મોકલવાની રહેશે. કંકોત્રી મળતા જ આ ગ્રુપના યુવાનો જમણવાર માટે શાકભાજી તેમના ઘરે પહોંચાડી દે છે અને તે પણ સાવ ફ્રીમાં

Read More
શરદ પવાર PM મોદીને મળ્યા ,કહ્યું- રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે, ખેડૂતોની મદદ માટે તમારી દખલગીરી જરૂરી છે
શરદ પવાર PM મોદીને મળ્યા ,કહ્યું- રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે, ખેડૂતોની મદદ માટે તમારી દખલગીરી જરૂરી છે
Thu, 21 Nov
13/20

મહારાષ્ટ્ર / શરદ પવાર PM મોદીને મળ્યા ,કહ્યું- રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે, ખેડૂતોની મદદ માટે તમારી દખલગીરી જરૂરી છે

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગે કોંગ્રેસ, NCP અને શિવસેનામાં ચાલી રહેલી વિચારણા વચ્ચે NCP નેતા શરદ પવારે આજે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. મળતી માહિતી પ્રમાણે, NCP પ્રમુખ શરદ પવારની વડાપ્રધાન મોદી સાથેની આ મુલાકાત મહારાષ્ટ્રમાં ખેડૂતોની સમસ્યા અંગે થઈ છે. પણ આજે આ મુલાકાતની બધે ચર્ચા થઈ રહી છે.
Read More
લગ્નના ફૂલેકામાં ડીજેનું સ્પીકર માથે પડતા 10 વર્ષના બાળકનું મોત, શેરવાની પહેરેલી તસવીર છેલ્લી બની
Thu, 21 Nov
14/20

મેંદરડા / લગ્નના ફૂલેકામાં ડીજેનું સ્પીકર માથે પડતા 10 વર્ષના બાળકનું મોત, શેરવાની પહેરેલી તસવીર છેલ્લી બની

મેંદરડામાં વાળંદ પરિવારના દિકરાના લગ્નના ફૂલેકામાં રાત્રીના બોલેરોમાં રાખેલા ડીજે સાઉન્ડના મસમોટા સ્પીકર ઉપર પતરામાં અથડાઇને પડતાં ડીસ્કો કરી રહેલા રાજકોટ અને જેતપુરના બે બાળકો દબાય ગયા હતા. જેમાં રાજકોટના 10 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે જેતપુરના 9 વર્ષના બાળકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
Read More
ગુજરાતમાં દર ત્રીજા દિવસે એક હત્યા, સૌથી વધુ મર્ડર પ્રેમ પ્રકરણમાં
Thu, 21 Nov
15/20

NCRB રિપોર્ટ / ગુજરાતમાં દર ત્રીજા દિવસે એક હત્યા, સૌથી વધુ મર્ડર પ્રેમ પ્રકરણમાં

છેલ્લા ઘણા વર્ષોથી દેશમાં પ્રેમ પ્રકરણમાં હત્યાઓ વધી છે. તાજેતરમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ની રિપોર્ટ મુજબ વર્ષ 2001થી 2017 દરમિયાન હત્યાના મુખ્ય કારણોમાં સૌથી વધુ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું સામે આવ્યું છે. ડેટા મુજબ પ્રેમ પ્રકરણમાં સૌથી વધુ હત્યા થતા રાજ્યમાં ગુજરાત (156 હત્યા) દેશમાં ત્રીજા ક્રમાંકે છે. આમ ગુજરાતમાં દર ત્રીજા દિવસે એક હત્યા થાય છે.
Read More
ભાજપ દેશના સારા સંસ્થાનોને ખોખલા કરી વેચવાનું કામ કરી રહી છે: પ્રિયંકા
Thu, 21 Nov
16/20

નિવેદન / ભાજપ દેશના સારા સંસ્થાનોને ખોખલા કરી વેચવાનું કામ કરી રહી છે: પ્રિયંકા

કોંગ્રેસ જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ બુધવારે ટ્વિટ કરીને નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પર કટાક્ષ કર્યો. પ્રિયંકાએ ટ્વિટ કર્યું,જહા ડાલ-ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેર, વો ભારત દેશ હૈ મેરા. ભાજપે વાયદો તો દેશ બનાવવા માટે કર્યો હતો, પરંતુ કામ ભારતની સારી સંસ્થાનોને ખોખલી કરીને વેચવાનું કરી રહી છે.
Read More
સ્વામી નિત્યાનંદ આશ્રમ વિવાદમાં પ્રાણપ્રિયા સહિત 2 સંચાલિકાઓની ધરપકડ
Thu, 21 Nov
17/20

અમદાવાદ / સ્વામી નિત્યાનંદ આશ્રમ વિવાદમાં પ્રાણપ્રિયા સહિત 2 સંચાલિકાઓની ધરપકડ

સ્વામી નિત્યાનંદ આશ્રમમાં બાળકો પાસે પ્રમોશનલ એક્ટિવિટી કરાવીને યજમાનો પાસેથી રૂ. 1થી 7 કરોડ ઉઘરાવવામાં આવતા હોવાનો આરોપ અને પુષ્પક સિટીમાં બાળકોને ગોંધી રાખવાના કેસમાં વિવેકાનંદનગર પોલીસે આશ્રમની બે સંચાલિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની ધરપકડ કરી છે. DySP કે. ટી. કામરિયાએ જણાવ્યું હતું કે, બાળકોને અપહરણ કરીને પુષ્પક સિટીમાં ગોંધી રાખ્યાના પુરાવા મળ્યા હતા.

Read More
જમ્મુ-કાશ્મીરમાં 5 ઓગસ્ટ પછી પોલીસ ગોળીબારમાં એકપણ વ્યક્તિનો જીવ ગયો નથી: અમિત શાહ
Thu, 21 Nov
18/20

શિયાળુ સત્ર / જમ્મુ-કાશ્મીરમાં 5 ઓગસ્ટ પછી પોલીસ ગોળીબારમાં એકપણ વ્યક્તિનો જીવ ગયો નથી: અમિત શાહ

કાશ્મીર ઘાટીમાં જનજીવન સામાન્ય ક્યારે થશે તે અંગે સવાલ પૂછાતા શાહે કહ્યું હતું કે અત્યારે ત્યા સ્થિતિ સામાન્ય જ છે. હું અહીં વિસ્તારથી કહેવા માંગુ છું કે પાંચ ઓગસ્ટ પછી એકપણ વ્યક્તિનું પોલીસ ફાયરિંગથી મોત થયું નથી. બધા આશંકાવ્યક્ત કરતા હતા કે કાશ્મીરમાં લોહીની નદીઓ વહી જશે, પણ મને કહેતા આનંદ થાય છે કે એકપણ નાગરિકનું મોત પોલીસ ફાયરિંગમાં થયું નથી

Read More
નિત્યાનંદના આશ્રમમાં SITની તપાસ, પોલીસ વડાની યુવતીઓને તાત્કાલિક શોધવા સૂચના
Thu, 21 Nov
19/20

અમદાવાદ / નિત્યાનંદના આશ્રમમાં SITની તપાસ, પોલીસ વડાની યુવતીઓને તાત્કાલિક શોધવા સૂચના

શહેરના છેવાડે હાથીજણમાં આવેલા નિત્યાનંદના આશ્રમમાં કથિત રીતે ગોંધી રખાયેલી પોતાની પુત્રીને મળવા માટે છેલ્લા ત્રણ દિવસથી મથામણ કરી રહેલા બેંગાલુરુના પરિવારને આશ્રમ સંચાલકોએ મળવા દીધો નથી. આ નિત્યાનંદિતાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT) ની રચના કરી હતી. તેમજ આજે સીટની ટીમે શંકાસ્પદ ગતિવિધિઓને લઈ આશ્રમમાં તપાસ શરૂ કરી છે.

Read More
ટાટા સ્ટીલ તેની યુરોપની કામગીરીમાં 3,000 કર્મચારીઓની છટણી કરશે
Thu, 21 Nov
20/20

નોકરીમાં કાપ / ટાટા સ્ટીલ તેની યુરોપની કામગીરીમાં 3,000 કર્મચારીઓની છટણી કરશે

ઉત્પાદનમાં ભરાવો, નબળી માંગ અને ઉંચી પડતરની સ્થિતિને લઈ ટાટા સ્ટીલે એક નિવેદન આપ્યું છે. કંપની તેની યુરોપની કામગીરીમાંથી 3,000 કરતા વધારે લોકોની છટણી કરવાની યોજના બનાવી રહી છે. આ સંદર્ભમાં ટાટા ગ્રુપના યુરોપના મુખ્ય કાર્યકારી હેનરિક એડમે કહ્યું હતું કે ટૂંક સમયમાં યુરોપિયન કારોબારમાંથી નોકરીમાં છટણી કરવામાં આવી શકે છે.
Read More
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી