• Gujarati News
  • About Alliance For Justice And Accountability Will Stage Protest Against Modi At USA

મોદી ફેઈલઃ PMને નિષ્ફળ ગણાવતી વેબસાઈટનો રિપોર્ટ કાર્ડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24થી 30 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યાં છે. જે દરમિયાન તેમને ભારે વિરોધનો સામનો કરવો પડે એવા સંજોગો વર્તાઈ રહ્યાં છે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન આચરવામાં આવેલા પોલીસ દમનના વિરોધરૂપે અમેરિકામાં રહેતા પટેલો વિરોધ નોંધાવાના છે. તેમા હવે વધુ એક નામ ઉમેરાયું છે. ‘અલાઈઅન્સ ફોર જસ્ટીસ એન્ડ અકાઉન્ટીબિલીટી’ નામનું સંગઠન 27મીએ સેનો જોસમાં SAP સેન્ટર બહાર મોદીના કાર્યક્રમ વખતે વિરોધ કરવાનું છે. ભારતમાં પ્રસરી રહેલો હિંદુવાદ, માનવાધિકારનું હનન, લઘુમતીનું શોષણ, દલિત-આદિવાસીઓને થઈ રહેલા અન્યાય જેવા મુદ્દાઓ લઈને વિરોધ કરવામાં આવશે. સંગઠને મોદીને વડાપ્રધાન તરીકે નિષ્ફળ ગણાવતા modifail.com નામે વેબસાઈટ પણ બનાવી છે. જેને આધારે અહીં મોદીનો રિપોર્ટ કાર્ડ રજુ કરાઈ રહ્યો છે.

લોકશાહી
વેબસાઈટમાં આરોપ લગાવાયો છે કે વિરોધીઓને ચપ કરવા માટે મોદી સરકાર ‘સિક્યોરિટી ફોર્સિઝ’નો ઉપયોગ કરી રહી છે. વિરોધીઓને વિદેશ જવા પણ પણ મોદી સરકાર દ્વારા પ્રતિબંધ લગાવાયો છે. ઈન્ડિયન એનવાયર્મેન્ટલ ઈસ્યુ પર વિદેશમાં પ્રવચન આપવા જઈ રહેલી ગ્રીનપીસ એક્ટિવિસ્ટને મોદી સરકારે જવા નહોતી દીધી. મોદી સરકાર દ્વારા પ્રાઈવેટ પ્રોફિટ માટે ફોરેન ફંડિંગને આવકારી રહી છે. પણ લોકશાહી માટે કરાઈ રહેલા આંતરરાષ્ટ્રીય સહકારનો વિરોધ કરી રહી છે. આવા જ પગલાને ભાગરૂપે ‘ગ્રીનપીસ ઈન્ડિયા’ના બેક અકાઉન્ટ સીલ કરી દીધા હતા. એટલું જ નહીં, ફોર્ડ ફાઉન્ડેશન જેવા પ્રતિષ્ઠિત સંગઠનોને પણ આવી રીતે જ નિશાન બનાવાયા હતાં.

આગળની સ્લાઈડમાં વાંચો... દલિત અને આદિવાસી અને આદિવાસીઓને લઈને મોદી સરકારના વલણ અંગે...