• Gujarati News
  • 50 Houses Buried In The Ground In Dhanbad Due To Fire In The Underground Coal Mines

ધનબાદઃ ધડાકા સાથે જમીનદોસ્ત થયા ૫૦ મકાનો, લોકોએ જીવ બચાવવા મૂકી દોટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ધડાકા સાથે અચાનક જ ૫૦ ઘરો ધરાશાયી થયા હતા. જમીનમાં અનેક સ્થળે તિરાડો પડી ગઈ હતી.)
ધનબાદ (ઝારખંડ). ઝારખંડના ધનબાદ જિલ્લાના કરતાસ વિસ્તારમાં જોરદાર અવાજ સાથે ૫૦ ઘરો અચાનક જમીનદોસ્ત થઈ ગયા હતા. ઘરોમાં હાજર લોકોએ રોડ તરફથી દોટ લગાવીને પોતાના જીવ બચાવ્યા હતા. રોડ અને ખેતરોમાં તિરાડો પડી ગઈ હતી. સ્થાનિક લોકોનો અંદેશો છે કે જમીનની અંદર આવેલી કોલસાની ખાણમાં લાગેલી આગના કારણે આ દુર્ઘટના બની છે. મકાનો પડી જવાના કારણે બે લોકોના ઘાયલ થવાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ધનબાદ જિલ્લામાં જમીનની અંદર કોલસાનો વિપુલ ભંડાર ભરેલો છે. જમીનની અંદર આવેલા કોલસામાં ગત વર્ષોમાં અનેક આગ લાગી છે જેને અથાગ પ્રયત્નો કર્યા છતાંય બૂઝાવી નહોતી શકાઈ.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, દૂર્ઘટનાની તસવીરો...